રાજ્યના યુવાનોની સંરક્ષણ ક્ષેત્રમાં વધુને વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ ના કામમાં થાય તે હેતુથી કચ્છ-ભુજ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ ભુજ દ્વારા બી.એસ.એફ. તાલીમ કેન્દ્ર ભુજ ખાતે રહેવા તથા જમવાની સગવડ સાથે તદ્દન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમવર્ગ માં ફિઝીકલ તથા લેખીત પરીક્ષા લક્ષી તાલીમ આપવામાં આવશે.
આ પૂર્વ આયોજન નાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના પુરૂષ ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ ખાતે રૂબરૂ આવી 10 દિવસમાં અરજી આપવાની રહેશે. અગાઉ નિવાસી તાલીમ માં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy