અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, સૌથી ઓછા બોલમાં 6000 T20 રન પૂરા કરનારા ટોચના 5 બેટ્સમેનોમાં સામેલ

India, Sports | 14 September, 2026 | 11:01 AM
પહેલી T20 મેચમાં, અભિષેક શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો : હવે રમાયેલા બોલની સંખ્યાના આધારે T20I માં 6000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો
સાંજ સમાચાર

નવીદિલ્લી 
અભિષેક શર્માએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20 મેચમાં ઇતિહાસ રચ્યો. 5 રન બનાવતાની સાથે જ તેણે T20I માં 6000 રન પૂરા કર્યા. તે બોલ રમીને 6000 રન પૂરા કરનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. અભિષેકે 3420 બોલમાં 6000 T20I રન પૂરા કર્યા. ફિલ એલને 3386 બોલમાં 6000 T20I રન પૂરા કર્યા.

આ યાદીમાં આન્દ્રે રસેલ ત્રીજા ક્રમે છે, જેમણે 3550 બોલમાં 6000 T20I રન પૂરા કર્યા છે.   ટિમ ડેવિડ ચોથા ક્રમે છે, જેમણે 3681 બોલમાં 6000 રન પૂરા કર્યા છે. વિલ જેક્સ અને ફિલ સોલ્ટે 3857 બોલમાં તેમના કારકિર્દીમાં 6000 T20 રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

વધુમાં, અભિષેક ઇનિંગ્સની દ્રષ્ટિએ 6000 T20 રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે 203 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. 

આ સંદર્ભમાં કેએલ રાહુલ 166 ઇનિંગ્સમાં 6000 T20 રન પૂરા કરીને ચાર્ટમાં આગળ છે.  એકંદરે, ક્રિસ ગેઇલ T20માં સૌથી ઝડપી 600 રન પૂરા કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 162 ઇનિંગ્સમાં 6000 T20 રન પૂરા કર્યા.

સૌથી ઝડપી 6000 
T-20 રન (બોલ દ્વારા)
3386 ફિન એલન
3420 અભિષેક શર્મા 
3550 આન્દ્રે રસેલ
3681 ટિમ ડેવિડ
3857 વિલ જેક્સ/ફિલ સોલ્ટ

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj