21 સેવા સંકલ્પ અંતર્ગત ચાલી રહેલા ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ કાલાવડ તાલુકામાં શાળાથી દૂર થયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે હાથ ધરાયેલી કામગીરીને સફળતા મળી છે. શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુન:જોડાણ માટે હાથ થરાયેલી કામગીરીના ભાગરૂપે 330 ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુન:પ્રવેશ અપાયો હતો.
આ અંગેનો પુન:પ્રવેશ કાર્યક્રમ કાલાવડ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજયના શિક્ષણ મંત્રી રીબાવા જાડેજાએ વીડિયો કોન્ફરન્સથી આ બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકો પાસેથી તેમના અભ્યાસ અંગેની માહિતી મેળવી નિયમીત શાળાએ જઈ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જી.પ્રા.શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તા.પ્રા. શિક્ષણાધિકારી, બીઆરસી કો-ઓર્ડિનેટર, શાળાના આચાર્ય, તમામ સીઆરસી કો-ઓર્ડીનેટર તથા બ્લોક સ્ટાફ દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. (અહેવાલ: હર્ષલ ખંધેડિયા-જામનગર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy