(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.14
સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં અલગ અલગ ગુનાઓ મા સંડોવાયેલા અલી ડફેરને શોધખોળ કરવા માટે હવે રેન્જની પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર ડી માર્ટ નજીક વેપારીની લૂંટ કરવામાં આવી હતી અને 1.50 લાખથી વધુની રોકડ રકમ પણ પડાવી લેવામાં આવી હતી અને અપહરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે અલી ડફેર છે તે અલગ અલગ 30 જેટલા ગુનામાં સંડવણી થયેલો આરોપી છે.
અને પેરલ જમ્પ છે અને પોલીસ દ્વારા તેને પકડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગરની પોલીસ આ અલી ડફેર ને પકડી શક્તિ ન હોવાનો ઘાટ સર્જાયો છે જેને લઈને હવે રેન્જની ટીમો દ્વારા સુરેન્દ્રનગરમાં ધામા નાખવામાં આવ્યા છે.
રેન્જ આઇ.જી નિરલિપ્ત રાય ના આદેશથી રેન્જની જામનગર રાજકોટ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા સહિતની અલગ અલગ ટીમો દ્વારા સુરેન્દ્રનગરના ગામડાઓમાં ધામા નાખી અને અલી ડફેરને પકડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને જે ઈસમો અલી ડફેર સાથે જોડાયેલા છે તેમના ઘરોની પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ અને અન્ય પોલીસ પણ આ અંગે સુરેન્દ્રનગર અને રેન્જ પોલીસ સાથે જોડાયેલી છે અલી ડફેર દ્વારા અલગ અલગ સ્થળો ઉપર લુટ મારામારી ચોરી અપહરણ ફાયરિંગ જેવા ગુનાઓ કરવામાં આવ્યા છે પરંતુ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અલી નથુ ડફેરને ઝડપી પાડવા માટે નિષ્ફળ નિવડતી હોવાના કારણે હવે રેન્જની ટીમ ઉતારવામાં આવી છે રેન્જની ટીમો દ્વારા ડ્રોન તેમજ અન્ય ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પાટડી અને લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને વિરમગામ તેમજ નળકાંઠાના ગામડાઓમાં અલગ અલગ સ્થળો ઉપર રેન્જની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હુમનસોર્સ અને ટેકનિકલ સોર્સની થી અલગ અલગ માહિતીઓ મેળવવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી રેન્જની ટીમો અને અલગ અલગ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં ધામા નાખવામાં આવ્યા છે અને રાત્રી દરમિયાન ડ્રોન પણ ઉડાડવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતે પૂછપરછ કરવામાં આવતા કોઈપણ પ્રકારની તેમને જાણ ન હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
અલી ડફેર અલગ અલગ 30 જેટલા ગુનાઓમાં સંકળાયેલો છે કોર્ટ દ્વારા તેના વોરંટ પણ ઇસ્યુ કરેલા છે અને તેને પકડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ પોલીસ પકડ થી આ આરોપી દૂર ભાગી રહ્યો છે જિલ્લાની પોલીસ ન પકડી શક્તિ ન હોવાના કારણે હવે રેન્જની પોલીસ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાત્રિ દરમિયાન ડ્રોન નો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે અલી ડફેર છે તે સીમ વિસ્તાર વસવાટ કરતો હોય અને તળાવ જાડી ઝાંખરાઓ અને વૃક્ષો ઉપર ચડી અને રહેતા હોવા ની તેની મોર્ડન ઓપરેનરી છે.
ત્યારે આ અંગે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે રેન્જ અને સ્થાનિક પોલીસ વિરમગામ અને અમદાવાદ સહિતની પોલીસ પણ તપાસમાં જોડાયેલી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે અને ચર્ચા પણ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy