ભાટીયામાં આરએસપીએલ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓની શાનદાર સિધ્ધિ

Local | Jamnagar | 14 September, 2026 | 02:25 PM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 14
વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા વિકસાવવાની તકો મળે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસોના પરિણામે દેવભૂમિ દ્વારકાના ભાટિયા સ્થિત આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત લક્ષ્મી દેવી દયાલદાસ એકેડેમી (એલ.ડી.એ.) સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં તાલુકા તથા જિલ્લા લેવલ થઈને કુલ 307 મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં 201 ગોલ્ડ, 50 સિલ્વર અને 56 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

એસ.જી.એફ.આઈ. (SGFI) સ્પર્ધામાં લક્ષ્મીદેવી દયાલદાસ શાળાના વિદ્યાર્થીઓએ તાઈક્વોન્ડો, જુડો, બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, અને એથ્લેટિક્સ સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમતની પ્રતિભા સાથે શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચયનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

જેમાં વિશેષરૂપે આ શાળાની વિધાર્થિનીઓએ 150 જ્યારે વિધાર્થીઓએ 157 મેડલ મેળવી આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એથ્લેટિક્સમાં સ્કૂલના વિદ્યાર્થી જયપાલસિંહ વાઢેરે 100 મીટર હર્ડલ્સમાં 19.99 સેક્ધડના સમય સાથે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું અને સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે. બેડમિન્ટનમાં નંદિની લૂણાએ પાંચમું સ્થાન મેળવી સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.(ફોટો: કુંજન રાડિયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj