લોકમેળા તથા ગણેશ ઉત્સવને અનુલક્ષીને

ખંભાળીયામાં પોલીસ તંત્ર દ્વારા ખાસ બેઠક યોજાઇ

Local | Jamnagar | 14 September, 2026 | 02:32 PM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 14: ખંભાળિયા શહેરમાં સોમવાર તા. 14 થી ચાર દિવસના પરંપરાગત શિરેશ્વર લોકમેળા તથા ગણેશ મહોત્સવ પર્વનો પ્રારંભ થનાર છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ ખંભાળિયા પોલીસ મથક ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં હિન્દુ ધર્મના તથા મુસ્લિમ સમુદાયના આગેવાનો વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેરનામાનું પાલન થાય તે સહિતના મુદ્દે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આગામી ગણેશ મહોત્સવને અનુલક્ષીને દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની એક બેઠક દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (ફોટો: કુંજન રાડિયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj