બાલંભાના દરિયાકાંઠા પાસેથી અજાણ્યો મૃત્તદેહ મળ્યો : ઓળખ મેળવવા તજવીજ

Local | Jamnagar | 14 September, 2026 | 02:38 PM
સાંજ સમાચાર

જામનગર તા.14
જોડિયા તાલુકાના બાલભા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ ચોગલે કંપનીના વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. દરિયાઈ ભરતીના પાણીમાં તણાઈને કાંઠે આવેલો આ મૃતદેહ ખૂબ જ કોહવાયેલી અને ઓળખી ન શકાય તેવી હાલતમાં મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કંપનીના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વન બી પંપ હાઉસથી થોડે આગળ પાળા પાસે નજીકથી આ લાશ મળી આવી હતી. દરિયાના પાણી સાથે તણાઈને આવેલ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાઈ ગયેલ હોય, તેની ઓળખ છતી થઈ શકી નથી.

મૃતક પુરુષ નગ્ન હાલતમા જોવા મળેલ છે. આ અંગે જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા મૃતકનીઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કોઈ નાગરિક પાસે આ વર્ણન ધરાવતી ગુમશુદા વ્યક્તિ અંગેની માહિતી હોય, તો તાત્કાલિક જામ જોડિયા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63596 27811 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

દરિયાકાંઠે મળી આવેલી લાશનો ભેદ ઉકેલવાનો જોડિયા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જે બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ અઠવાડિયા પહેલા જ દરિયાકાંઠેથી એક લાશ મળી આવી હતી. ત્યારે વધુ એક લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી બંને લાશોની પ્રથમ તો ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj