રાજકોટ તા.14
આજીડેમ જૈન દેરાસરમાં મહાવીર સ્વામીના જન્મવાંચન તથા 14 સ્વપ્ન ઉતારવાનું આયોજન થયેલ હતું. જેમાં પ.પૂ.સા. અતુલયશાશ્રીજી મ.સ. પ.પૂ. અમરયશાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.સૃવુતયશાશ્રીજી મ.સા.ની નિશ્રામાં થયેલ હતું. જેમાં ચૌદ સ્વપ્નાની બોલીઓ બોલાઈ હતી. જન્મવાંચન થયેલ જેમાં ટ્રસ્ટી કીશોરભાઈ દોશી, કમલેશભાઈ શાહ, અલ્પેશભાઈ શાહે જહેમત ઉઠાવી હતી.
ચૌદ સ્વપ્નની ઉછામણી ભાગ્યશાળીઓએ ઉમળકાભેર બોલી હતી. જન્મ વાંચન બાદ ચોવિહાર સંઘ જમણ રાખેલ જેમાં દાતા પરિવાર બ્રીજેશભાઈ નવીનભાઈ શાહ, ડો. ધવલભાઈ રાજકોટ પરિવારે લાભ લીધેલ હતો તેમજ પર્યુષણ પર્વના દિવસોમાં રોજ પ્રભુજીને નયનરમ્ય, હિરા, મોતી, વરખની આંગી થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy