રાજકોટ અમદાવાદ હાઇવે ડોળીયા નજીક અકસ્માતમાં મહિલાનું મોત

Local | Surendaranagar | 14 September, 2026 | 01:04 PM
બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત : 50 વર્ષીય રમીલા રાઠોડનું મોત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેને સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું મોત નીપજમાં પામ્યું છે સામસામે બાઈક અથડાતા મહિલા પ્રથમ ઇજાગ્રસ્ત બન્યા હતા.

ત્યારબાદ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે રમીલાબેન રાઠોડ નામની મહિલા ગંભીર રીતે ગવાયા બાદ તેમને મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી હતી.

પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજવા પામી હતું અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ડોળીયા ગામ ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો હતો જ્યારે અકસ્માતમાં અન્ય બે લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી પરંતુ તેમને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે ત્યારે રમીલાબેન રાઠોડ રાઠોડનું મોત નિપજ્યા બાદ  પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્યું છે.

ત્યારે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યું છે અને આ અંગે ગુનો દાખલ કરીને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે 50 વર્ષે રમીલાબેન નું મોત નીપજતા બે પુત્ર એ પણ પોતાના માતાની છત્રછાયા ગુમાવી છે.

ત્યારે આ અંગે ગુનો દાખલ કરી અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સિવિલ હોસ્પિટલમાં રમીલાબેન રાઠોડનું પીએમ કરવામાં આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj