જામનગર તા.14: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શહેરી અંતર્ગત નાગરિકો માટે સુવિધાજનક આવાસના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ઈસ્કોન મંદિર સામે જામનગર-રાજકોટ હાઈવે પાસે મંજૂર થયેલા કુલ 584 આવાસો પૈકી પ્રથમ તબક્કાના અંદાજીત 25 કરોડ નાં ખર્ચે ઊઠજ -2 પ્રકાર નાં 220 આવાસોના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, સાંસદ પૂનમબેન માડમ તેમજ મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સહિત મ્યુનિસિપલ સભ્યો અને કમિશનર દિપેશ કેડીઆ, નાયબકમિશનર ડી.એ.ઝાલા, સીટી એન્જીનીયર બી. એન. જાની , આસી. કમિશનર એમ .બી. વરણવા, કાર્યપાલક ઈજનેર એચ. વી. પાઠક વિ. અધિકારીઓ અને આવાસ યોજનાઓ નાં અરજદાર ઉપસ્થિત રહ્યાં હતા.
આ આવાસો માત્ર નવ લાખ ની વાજબી કિંમત માં તમામ આંતર માળખાકીય સગવડો સાથે આકર્ષક એલીવેશન ના નિર્માણ પામશે જેમાં હજુ પણ અરજીઓ કરવા માંગતા તમામ લોકોને વધુ માહિતી માટે જામનગર મહાનગરપાલિકા , સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ પર રૂબરૂ મુલાકાત લેવા અનુરોધ કેેલર છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy