વિકાસની વણથંભી વણઝાર: સામાન્ય માનવી સુધી પહોંચવાનો પુરૂષાર્થ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શાસનના 5 વર્ષ : દેશના ભવિષ્યનો રોડમેપ

Gujarat | Rajkot | 12 September, 2026 | 04:29 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસીત ભારત 2047નુ વિઝન આપ્યુ જેના સંદર્ભમાં વિકસીત ગુજરાત 2047નો રોડમેપ બનાવનાર પ્રથમ રાજયનો શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પાંચ વર્ષના શાસનને જાય છે
સાંજ સમાચાર

►સંવેદનશીલ નેતૃત્વ, સલામત, સામુહિક, સૌના ગુજરાતનો મંત્ર; વાઈબ્રન્ટ-રાજય; ઉદ્યોગો, ખેતી, વ્યવસાય અને કલા, સંસ્કૃતિ, માનવીય ધબકાર એ શાસનની સિદ્ધિ

રાજકોટ: 
ગુજરાત એ સદનસીબ રહ્યું કે 2001માં જયારે વિશ્વ 21મી સદીનો પ્રવાહ શરૂ કરી રહી હતી તે સમયે રાજયને વર્તમાન રાષ્ટ્રીય નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાજયમાં રાજયનું સુકાન મળ્યુ અને તે બાદ રાજયની વણથંભી વિકાસ યાત્રામાં મશાલ સંભાળનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે શાસનના પાંચ વર્ષ પુરા કરી રહ્યા છે તો ગુજરાતની યશગાથા પુરુ વિશ્વ આજે જોઈ-સાંભળી રહ્યું છે.

દરેક વર્ષ વિકાસને એક નવી ઉંચાઈએ લઈ જવાની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ સુનિશ્ર્ચિત કર્યુ કે રાજયનો છેવાડાનો માનવી વિકાસ વંચિત રહી જાય નહી અને તેના ફળસ્વરૂપ આજે ગુજરાતમાં દરેક નાગરિક એ વિકાસના મીઠા ફળો માણી રહ્યા છે. રાજયનું બજેટ રૂા.4.08 લાખ કરોડ એ કોઈ એક આંકડો નથી પણ સર્વાંગી વિકાસનું ગણીત છે અને તેનો સરવાળો સતત વધતો જાય છે.

પછી તે ગ્રામીણ વિકાસ હોય, શહેરી આધુનિકરણ હોય- શિક્ષણ- આરોગ્ય- માર્ગ- બાંધકામ આવાસ નિર્માણ અને જાહેર ટ્રાન્સપોર્ટ સુવિધાની સાથે વિજળી, પાણી, ગેસ, ગરીબોને અનાજ, ક્ધયાઓને શિક્ષણ, રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની યોજના અને વિકલાંગ,વૃદ્ધો, બહેનોને સામાજીક સુરક્ષા, મજબૂત કાનુન વ્યવસ્થા આ તમામ શાસનની પ્રાથમીકતા રહી છે પણ દેશની દૌટમાં ગુજરાત નેતૃત્વ કરે અને વિશ્વની ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પણ ગુજરાતને સ્થાન મળે તે નિશ્ર્ચિત કર્યુ છે.
આ તપાસ છતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો માનવીય અભિગમ એ શાસનનો મંત્ર રહ્યો છે.

13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલોજી અને નવીનતા સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી તકો મળે તે માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે શરૂ કરેલી પહેલોને આગળ વધારતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ બંને ક્ષેત્રે સુવિધાઓ અને તકોનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને  રૂ.2,110 કરોડથી વધુની સહાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી ક્ધયાઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. 

આ ઉપરાંત, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2024-25થી અત્યારસુધીમાં 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને  રૂ.290 કરોડની સહાય, જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 2023-24થી અત્યારસુધીમાં  રૂ.176 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડો બનાવવામાં આવ્યા

ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ અત્યારસુધીમાં 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5,000 નવી STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2024ની ભરતીમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9,400 શિક્ષણ સહાયકો અને 470 આચાર્યોની ભરતી કરવામાં આવી છે. સાથે જ 2,230 જૂના શિક્ષકોની ભરતી/બદલી કરવામાં આવી છે.

વર્ષ 2026માં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવામાં આવી છે અને RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

ડ્રોપઆઉટ ઘટાડવાથી સર્વસમાવેશી શિક્ષણ સુધી
વર્ષ 2001-02માં ધોરણ 1થી 8નો ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે 2024-25માં ઘટીને 2.35 ટકા થયો છે. સંભવિત ડ્રોપઆઉટની વહેલી ઓળખ માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલમાં મૂકવામાં આવી છે. તેના દ્વારા અત્યારસુધીમાં આશરે 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શિક્ષણ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સર્વસમાવેશી શિક્ષણ માટે રાજ્યમાં 37 નવા રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં થેરાપી સાધનો, ડિજિટલ પેનલ, રેમ્પ, રેલિંગ અને CwSN ટોઇલેટ જેવી સુવિધાઓ છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ માટે 1,141 શિક્ષકોની નવી જગ્યાઓ પણ ઊભી કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપ્સને વેગ
વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીક ઉચ્ચ શિક્ષણની તકો મળી રહે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં બિન આદિજાતિ વિસ્તારોમાં 24 અને આદિજાતિ વિસ્તારોમાં 17 મળી કુલ 41 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સરકારી કોલેજોમાં નવા પ્રવાહો શરૂ કરાયા છે.

પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે SHODH યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં  રૂ.113.52 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે SSIP 2.0  હેઠળ6,077 Proof of Conceptને  રૂ.2.50 લાખ સુધીની સહાય આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નવીન વિચારોમાંથી 962 સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થયા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુણવત્તાસભર અને સુલભ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થઈ
13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાંચ વર્ષોમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલોજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પરિવર્તનકારી પહેલો હાથ ધરી હતી. આ પહેલોને આગળ વધારતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આરોગ્યસેવાઓની પહોંચ વધારવાની સાથે રોગનિવારણ, સમયસર નિદાન અને અસરકારક સારવાર પર પણ ભાર મૂક્યો છે.
PMJAY-MA હેઠળ આરોગ્ય સુરક્ષાનું કવચ વધુ મજબૂત, વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારાં ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય

99.97% સંસ્થાકીય ડિલિવરી દર સાથે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો
નમોશ્રી યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખથી વધુ મહિલાઓને કુલ રૂ.540 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. માતૃત્વ અને બાળ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યમાં 99.97% સંસ્થાકીય ડિલિવરી દર નોંધાયો છે, જેના પગલે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ

વર્લ્ડ ઓબેસિટી ડેના દિવસે ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 31,021 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે 5,76,344 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના નાગરિકોને આરોગ્યલક્ષી સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સમીક્ષા મળી રહે તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇમરજન્સી આરોગ્યસેવાને વધુ સક્ષમ બનાવવા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ હેઠળ 617 નવી તેમજ હોસ્પિટલો ખાતેની એમ્બ્યુલન્સને સંકલિત કરવામાં આવી છે, જેના પગલે રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 1,455 થઈ છે.

ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
આદિજાતિ વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત સંશોધન અને રોગોના સમયસર નિદાનને પ્રોત્સાહન મળશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે, જેમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનો ઉદય સૌથી નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન ડોલરથી વધુનું રોકાણ
રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં છે. આ આંકડો માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની વધતી ક્ષમતાનો પણ પુરાવો છે.

સાણંદથી ધોલેરા સુધી વિકસી રહી છે સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર સાણંદ અને ધોલેરા બની રહ્યા છે. સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીની DRAM અને NAND મેમરી ચિપ્સ માટેની અત્યાધુનિક ATMP સુવિધા વ્યાવસાયિક ધોરણે કાર્યરત છે. આ ઉપરાંત સાણંદમાં સીજી પાવર, રેનેસાં અને સ્ટાર્સ માઈક્રોઇલેક્ટ્રોનિક્સની અદ્યતન OSAT સુવિધા તેમજ કેઇન્સ સેમિકોનની હાઇ-એન્ડ ચિપ પેકેજિંગ આધારિત OSAT સુવિધા પણ વ્યાવસાયિક ધોરણે કાર્યરત છે. આમ, ગુજરાતમાં હવે માત્ર ચિપ ઉત્પાદન જ નહીં, પરંતુ ચિપની એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ માટેની સંપૂર્ણ ક્ષમતા વિકસી રહી છે.

વિશ્વસ્તરીય માળખું અને રોકાણકારો માટે અનુકૂળ નીતિ
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વિશાળ જમીનના પાર્સલ, વિશ્વસનીય વીજળી અને પાણી પુરવઠો, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ તથા બંદરો, એરપોર્ટ, એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર સાથેની કનેક્ટિવિટી ધોલેરાને સેમિકન્ડક્ટર રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવે છે.

ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારની CAPEX સહાય ઉપરાંત 40 ટકા વધારાની મૂડી રોકાણ સહાય, FAB પ્રોજેક્ટ માટે જરૂરી પ્રથમ 200 એકર જમીન પર 75 ટકા સબસિડી, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું 100 ટકા વળતર તેમજ 10 વર્ષ સુધી પ્રતિ યુનિટ  રૂ.2ની પાવર ટેરિફ સબસિડી જેવી જોગવાઈઓ રાજ્યની રોકાણકારો માટે અનુકૂળ નીતિને દર્શાવે છે. 

સેમિકન્ડક્ટર સાથે કૌશલ્ય વિકાસ અને સંશોધનને પણ પ્રોત્સાહન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે માત્ર રોકાણ મેળવવા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ જરૂરી કૌશલ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર પણ ભાર મૂક્યો છે. PDEU દ્વારા માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ચિપ ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાની તાલીમ મળશે.

ગુજરાતની વિકાસયાત્રામાં એક નવો ટેકનોલોજીકલ અધ્યાય
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને વિકસિત ભારતના વિઝન સાથે કદમ મિલાવીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે ગતિ પ્રાપ્ત કરી છે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષના કાર્યકાળની મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે. એક સમયે સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક સપ્લાય ચેઇન પર નિર્ભર ભારત આજે આ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વિકસિત કરી રહ્યું છે અને આ પરિવર્તનમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી ’ડેટા સેન્ટર હબ’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્યને ભવિષ્યલક્ષી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ ’વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે. 

ડિજિટલ ક્રાંતિ અને ગ્રીન એનર્જીનો સમન્વય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હંમેશાં ભવિષ્યની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શનમાં ભારતને ડિજિટલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગ્લોબલ હબ બનાવવાના વિઝનને આ નવી નીતિ આગળ ધપાવશે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસના મંત્રને સાર્થક કરતા આ ડેટા સેન્ટર્સ માટે 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.

ડેટા સેન્ટર્સ માટે જોગવાઇ: સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, ’સિંગલ વિન્ડો સિસ્ટમ’ થી મંજૂરી
ધોલેરામાં ડેટા સેન્ટર શરૂ કરવા 2.5 ટકા વધારાની મૂડી સહાય આપવામાં આવશે, તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં સપૂર્ણપણે મુક્તિ આપવાની જોગવાઇ આ નીતિમાં કરવામાં આવી છે. ડેટા સેન્ટર્સ શરૂ કરવા માટે દસ વર્ષ માટે 4 ટકા વ્યાજ સહાય તેમજ આગામી 20 વર્ષ માટે પ્રતિ યુનિટ  રૂ.1ની વીજ દર સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે ડેટા સેન્ટર્સને ‘આવશ્યક સેવાઓ’ તરીકે માન્યતા આપી છે તેમજ આ પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નીતિ અંતર્ગત 7.5 ગીગા વોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ બનાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવ કંપનીઓ દ્વારા મળ્યા છે.

સાણંદ અને ધોલેરામાં  સેમિકન્ડક્ટર બાદ હવે ડેટા સેન્ટર ક્રાંતિ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે. હવે આ નવી નીતિના કારણે આગામી સમયમાં આ વિસ્તારો હાઇ-ટેક ડેટા સેન્ટરોના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી આવશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક રોકાણકારો માટે હવે ગુજરાત ડેટા સેન્ટર સ્થાપવા માટે દેશનું સૌથી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. 

13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ પ્રાપ્ત કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. 

19 નીતિઓથી ભવિષ્યના ક્ષેત્રો માટે મજબૂત પાયાનું નિર્માણ
રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ડેટા સેન્ટર્સ, શિપબિલ્ડિંગ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપતી નીતિઓના કારણે ગુજરાતે ઉભરતા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી છે.

પ્રાદેશિક વિકાસને વેગ: VGRCમાં  રૂ.17.4 લાખ કરોડના MoU
વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક વિકાસને રાજ્યના વિવિધ ક્ષેત્રો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંઝનું આયોજન કરવામાં આવ્યું. આ ચાર પરિષદોમાં કુલ  રૂ.17.4 લાખ કરોડના રોકાણ માટે MoU થયા છે. પ્રાદેશિક સ્તરે રોકાણ અને રોજગારીની તકો વધારવા માટે ગુજરાતે કરેલી આ પહેલના પરિણામે રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ મજબૂતી આપી છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની મોટી સિદ્ધિ: 6 પ્લાન્ટ મંજૂર, 3 કાર્યરત
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતે દેશના અગ્રણી રાજ્ય તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. રાજ્યમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળી છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂક્યા છે. 

UCCથી વહીવટી સુધારા સુધી: ગુજરાતમાં સુશાસન બન્યું મજબૂત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર કરવામાં આવ્યું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સાથે જ નાગરિક સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા અનેક વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ના માધ્યમથી સરકારી સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

GRIT અને GARCથી ગવર્નન્સ 2.0 તરફ ગુજરાતની આગેકૂચ

નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT)ની રચના કરવામાં આવી છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની પણ રચના કરવામાં આવી છે. આ વિકાસલક્ષી અને વિઝનરી પહેલો દ્વારા ડેટા આધારિત નીતિ નિર્માણ, કાર્યક્ષમ વહીવટ અને પરિણામલક્ષી શાસનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ થયા છે.
‘વિકસિત ગુજરાત 2047’નો ગુજરાતનો રોડમેપ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047'ના વિઝનને અનુરૂપ ‘વિકસિત ગુજરાત @2047'’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. લાંબા ગાળાના આ વિઝન દ્વારા ગુજરાતને આર્થિક રીતે સક્ષમ, ટેક્નોલોજીથી સજ્જ અને સર્વસમાવેશી વિકાસ સાથેના એક મજબૂત રાજ્ય તરીકે વિકસાવવાની દિશા નક્કી કરવામાં આવી છે.

શહેરી વિકાસને પ્રાથમિકતા: વર્ષ 2025ની ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવણી
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શહેરી વિકાસના વિઝનને આગળ લઇ જતા વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના શહેરોને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા આધુનિક અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. 

યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ
યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણલકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે. ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં છે. 

મહેસૂલી સુધારાથી નાગરિક સેવાઓ બની ઝડપી
નાગરિકોને સરકારી પ્રક્રિયાઓમાં સરળતા મળે અને સેવાઓ વધુ ઝડપી બને તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ અને પ્રક્રિયાઓને સરળ બનાવીને નાગરિક કેન્દ્રિત વહીવટને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની સફળ યજમાનીથી વૈશ્વિક મંચ પર ગુજરાતની પ્રતિષ્ઠા વધી
ગુજરાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન G-20બેઠકો, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને RE-Invest 2024 જેવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે. આ કાર્યક્રમોએ ગુજરાતની વૈશ્વિક રોકાણ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધતી ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે. હવે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ ગુજરાત તૈયાર છે.

રિન્યુએબલ એનર્જીથી AI સુધી: ભવિષ્યના ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉદ્યોગ, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસને કારણે ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષમાં   રૂ.4.08 લાખ કરોડના રાજ્યના ઇતિહાસના સૌથી મોટા બજેટથી લઈને, સેમિકન્ડક્ટર , સૌર ઊર્જા, શહેરી વિકાસ અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર નિર્માણ સાથે સાતત્યૂપર્ણ વિકાસને ગતિ આપવા સુધી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની પાંચ વર્ષની સફર માત્ર આંકડાકીય સિદ્ધિ જ નથી, પરંતુ દેશના ભવિષ્ય માટેનો રોડમેપ છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પસાર થયું છે, જે સમાનતા, ન્યાય અને એકતાના સંકલ્પને મજબૂત બનાવે છે. રાજ્યના નાગરિકોને મળતી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ વહીવટી સુધારા પણ અમલમાં મુકવામાં આવ્યા છે. નાગરિક સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવા માટે ’સુગમ ડિજિટલ ગુજરાત’ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં G-20 મીટિંગો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, છઊ-ઇન્વેસ્ટ 2024 જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન થયું છે.

હવે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે પણ ગુજરાત તત્પર અને તૈયાર છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ’ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન’- ચિટ (GRIT)ની રચના કરવામાં આવી છે, તેમજ ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 માટે "વિકસિત ભારત 2047નું વિઝન આપ્યું છે, જેના સંદર્ભમાં વિકસિત ગુજરાત 2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા ’નમો લક્ષ્મી યોજના’ તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ’નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલી બનાવી. પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળે તે સુનિશ્ચિત કરવા ’મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ તેમજ સગર્ભા માતાઓના આરોગ્ય અને પોષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા ’નમો શ્રી યોજના’ અમલી બનાવી છે.

રાજ્યના નાગરિકોને ’ઇઝ ઑફ લિવિંગ’ પ્રદાન કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ એવા મહેસૂલી સુધારાઓ પણ અમલી કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત પાંચ વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

વિકાસની સીમા નહી
વિકાસના પાંચ સ્થંભ આધારિત રૂા.4.08 લાખ કરોડનું ઈતિહાસનું સૌથી મોટુ બજેટ

વિશ્વ ખેલશે ગુજરાતની ભૂમિ પર
વિશ્વસ્તરીય સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચરનું હબ, કોમનવેલ્થ માટે તૈયારી

21મી સદીની હરણફાળ
રાજયમાં સેમીક્ધડકટર, રીન્યુએબલ એનર્જી, આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ સહિતના ક્ષેત્રોમાં નેતૃત્વ

ડીજીટલ અસ્કયામતોનું સર્જન
રાજયમાં 7.5 ગીગાવોટસના ડેટા સેન્ટર-ગ્રીન એનર્જીનો ઉપયોગ: ડીસેલીનેશન પ્લાંટ

સ્વસ્થ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત
મુખ્યમંત્રીના દુરગામી નિર્ણયથી ઙખઉંઅઢ-ખઅ હેઠળ રૂા.10 લાખ સુધીની આરોગ્ય સહાય... વિદ્યાર્થીઓને ડીજીટલ હેલ્થ કાર્ડ

તેજસ્વી ગુજરાત
સુશાસન સાથે શ્રેષ્ઠ-સર્વગ્રાહી-સર્વત્ર શિક્ષણ પહોંચ: નમો લક્ષ્મી યોજનામાં 25 લાખ વિદ્યાર્થીઓને રૂા.2110 કરોડની સહાય

ભારતમાં અગ્રણી
સેમીક્ધડકટર-ચીપ નિર્માણમાં 6 પ્રોજેકટ 
13.66 બીલીયન ડોલરનું રોકાણ

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj