જામનગર તા.14
જામનગર શહેરની ખોડીયાર કોલોની વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડી-પાસા ફેંકી જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન સર્વેલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.37,950 તથા ઘોડી-પાસા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યાનું ખૂલ્યું છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે જીતેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડ (રહે. ખોડીયાર કોલોની, જુની પોસ્ટ ઓફીસ પાસે, બ્લોક નં.149, જામનગર), બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા (રહે. સંત કબીર આવાસ, એ વિંગ રૂમ નં.212, જામનગર) અને વિશાલ સુરેશભાઇ પરીયાણી (રહે. રણજીતનગર જુનો હુડકો બ્લોક નં.1114, જામનગર), દિવ્યરાજસિંહ ગુણવતસિંહ જેઠવા (રહે.જુના આવાસ કોલોની, બ્લોક નં.26 રૂમ નં.04, જામનગર) તેમજ ડાડુભાઇ કરણાભાઇ ભાટીયા (રહે. દિજામ સર્કલ પાસે, વુલનમીલ ફાટક પાસે, જામનગર) ને પકડી પાડ્યા હતા
પકડાયેલા શખ્સોમાંથી કેટલાક સામે અગાઉ પણ જુગાર અને પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જીતેન્દ્રસિંહ રાઠોડ સામે અલગ-અલગ પોલીસ મથકોમાં જુગાર તથા પ્રોહિબિશનના કુલ 18 ગુના, જ્યારે બીપીન ઉર્ફે લાકડી મુછડીયા સામે 41 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
વિશાલ પરીયાણી સામે જુગાર, પ્રોહિબિશન અને મારામારી સહિતના 6 ગુના નોંધાયેલા છે, જ્યારે ડાડુભાઇ ભાટીયા સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ મથકોમાં જુગારના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy