જામનગર મહાનગરપાલિકા દ્વારા 25 પીએમ ઇ-સિટી બસનું લોકાર્પણ

Local | Jamnagar | 14 September, 2026 | 01:43 PM
સાંજ સમાચાર

જામનગર તા.14
પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત જામનગર શહેરમાં વધુ 25 ઈ-બસનો પ્રારંભ જામનગર શહેરમાં હવે કુલ 50 ઈ-બસ દ્વારા 16 વિવિધ રૂટ પર જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થશે.

જામનગર શહેરમાં નાગરિકોને આધુનિક, સુવિધાયુક્ત, સલામત તથા પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી ભારત સરકારની પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઈલેક્ટ્રિક બસનું સંચાલન સાંસદ સભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઈ ડેર, ચેરમેન ધિરેનકુમાર મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, સભ્યઓ તેમજ ચૂંટાયેલ પાંખના પ્રતિનિધિની ઉપસ્થિત રહેલ. અગાઉ કાર્યરત 25 ઈ-બસ સાથે હવે જામનગર શહેરમાં કુલ 50 ઈ-બસો દ્વારા જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે.

જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોને સુવ્યવસ્થિત રીતે જાહેર પરિવહનના નેટવર્ક સાથે જોડવા માટે કુલ 16 રૂટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ રૂટ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાંત રેલવે સ્ટેશન, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક વિસ્તારો તથા આસપાસના ગામોને જોડાણ મળી રહેશે.

અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. ઈ-બસો દ્વારા પરંપરાગત ઈંધણ આધારિત વાહનોની સરખામણીએ કાર્બન ઉત્સર્જન તથા વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં સહાય મળશે. સાથે સાથે ઈલેક્ટ્રિક બસોના ઓછા અવાજને કારણે શહેરી વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં પણ યોગદાન મળશે.શહેરમાં ઈ-બસ સેવાનું વિસ્તરણ થતાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, મહિલાઓ, વડીલો તેમજ અન્ય નાગરિકોને તેમના દૈનિક અવરજવર માટે વિશ્વસનીય અને સુલભ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થરો. વિવિધ રહેણાંક વિસ્તારોને શૈક્ષણિક સંસ્થાઓ રેલવે સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો તથા શહેરના મહત્વના સ્થળો સાથે જોડતા રૂટના કારણે નાગરિકોની અવરજવર વધુ સુગમ બનશે. જાહેર પરિવહન સેવાના વિસ્તરણથી નાગરિકોને ખાનગી વાહનોના વિકલ્પરૂપે જાહેર 
પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહન મળશે.

જાહેર પરિવહન સેવાના વધુ વ્યાપક ઉપયોગથી શહેરમાં ખાનગી વાહનોની સંખ્યા અને તેના ઉપયોગ પર નિર્ભરસ્તા ઘટાડવામાં મદદ મળી શકે છે. પરિણામે ટ્રાફિકનું ભારણ ઘટાડવા, ઇંધણની બચત તથા શહેરી માર્ગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં ઈ-બસ સેવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત જામનગર શહેરમાં 50 ઈ-બસનું સંચાલન શરૂ થવું એ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાના આધુનિકીકરણ અને પર્યાવરણલક્ષી શહેરી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj