જામખંભાળીયા, તા.14
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં શનિવાર તા. 12 ના રોજ તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસોમાં કુલ 8441 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 1554 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો. જેના કુલ રૂ. 2,74,44,310 ના હુકમો કરાયા હતા.
આ ઉપરાંત વીજ કંપનીના બાકી લેણાંનાં કેસ, ટ્રાફિક ચલણના કેસ, બેંક રીકવરી કેસ, વૈવાહિક તકરારો અંગેના કેસ વિગેરે માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 2470 કેસો મૂકવામાં આવ્યા હતા.
જેમાંથી 1405 કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો. જેની દાવાની કુલ રકમ રૂ. 68,64,975 થવા પામે છે. જેમાં કલ્યાણપુર તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્વારા 340, ઓખા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા 320, ભાણવડ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા 102, દ્વારકા તાલુકા કાનૂની સેવા સમિતિના 295 કેસો ફેસલ કરવામાં આવ્યા. આમ, આ નેશનલ લોક અદાલતમાં કુલ 2959 કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy