જામનગર તા.14: જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલ કુમકુમ એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા જુગારધામ પર જામનગર પોલીસની ’112’ નંબરની પીસીઆર વાનના જવાનોએ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જવાનોએ રૂ. 35 હજારનું સેટલમેન્ટ કરી લીધું હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. એસપીએ ફરજમાં બેદરકારી દાખવનારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તોડકાંડ કરનાર પોલીસકર્મીઓ સામે તપાસનો આદેશ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ચકાસણી કરવામાં આવી રહી છે.
જેથી સેટલમેન્ટની કડીઓ મેળવી શકાય અને સત્યતા બહાર આવી શકે. જિલ્લા પોલીસ વડાએ પોલીસ ફરજમાં ગંભીર બેદરકારી, શિસ્તભંગ અને ગેરરીતિ દાખવવા સબબ 112 વાનમાં ફરજ બજાવતા એએસઆઈ અને નરેશભાઈ પોલીસ પરમાર કોન્સ્ટેબલ મીતરાજસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy