દહેરાદૂન, તા.14
ઉતરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રવિવારે કેદારનાથ જનારો પગપાળા માર્ગ (ટ્રેક) બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અનુસાર થિરબાસા હેલીપેડ પાસે કાટમાળ જમા થવા પર અને સતત પથ્થરો પડવાથી રસ્તો બંધ થઈ ગયો છે.
વરસાદ અને પથ્થરો પડવાના કારણે માર્ગ પરથતી કાટમાળ હટાવવાના કામને અસર થઈ રહી છે. કેદારનાથ જનારા તીર્થ યાત્રીઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે, જયારે પરત ફરી રહેલા યાત્રીઓને જંગલચટ્ટીમાં રોકી દેવામાં આવ્યા છે. પ્રશાસને બધા શ્રદ્ધાળુઓને માર્ગ સાફ થવા અને મંજુરી ન મળે ત્યાં સુધી આગળ ન વધવાની અપીલ કરી છે.
કેદારનાથ હેલી સેવાની ટિકીટ 1 કલાકમાં વેચાઈ ગઈ
ચારધામ યાત્રાના બીજા ચરણમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારી કેદારનાથ હેલી સેવાની ટિકીટોનું બુકીંગ શરૂ થતા જ ફુલ થઈ ગયું છે. 7 સપ્ટેમ્બરે બુકીંગ પ્રક્રિયા શરુ થયાના માત્ર 1 કલાકમાં 15થી30 સપ્ટેમ્બર સુધીની બધી 2926 ટિકીટ બુક થઈ ગઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy