જામ ખંભાળિયા, તા. 14: કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામ વાડી વિસ્તારમાં એક મગર અને પટેલકા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં બે મગર હોવા અંગેની જાણ સ્થાનિક તંત્રને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
આને અનુલક્ષીને વાઈલ્ડ લાઇફ વોર્ડન જી.એન. માડમ તેમના સાથી કર્મચારી પી.જી. નંદાણીયા, બી.એમ. ચૌહાણ તથા જીવદયા પ્રેમી કિશનભાઈ વાઢિયા અને ગોવાભાઈ ગોજીયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આ બંને સ્થળેથી તમામ ત્રણ મગરના દિલધડક રેસ્ક્યુ કરી, અને ત્રણેય મગરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. (ફોટો: કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy