જામનગર તા.14: જામનગરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી વહીવટી મતભેદોને કારણે વિવાદોમાં આવેલા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના દાતા પરિવારના ફાઉન્ડર ચેરમેનને સંસ્થાની જ એક જગ્યામાં આજે સિક્યુરિટીએ પ્રવેશ કરતા અટકાવતા, તેઓએ પોલીસની પોલીસને જાણ કરી હતી. પરંતુ ચેરમેનને પ્રવેશ ન જ મળતાં તેઓએ કોર્ટના કોઈ જ ઓર્ડર વગર આવું કરવા કોઈને હક્ક છે ? તે સહિત આ મામલે સંસ્થાના મેનેજીંગ ડિરેકટર ટ્રસ્ટી સામે વીડીયો દ્વારા સવાલો ઉઠાવ્યા છે.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના દાતા પરિવારના અને આ ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન જયંતીભાઈ હરિયા તેમજ તેમના પત્ની અને પુત્રી આજે પોતાની સંસ્થાની જ લીલાવતી નેચર સંસ્થા ખાતે પહોંચ્યા હતા.
તેઓના આક્ષેપ મુજબ ગેટ ઉપર ખુદ દાતા પરિવારના ટ્રસ્ટના ચેરમેનને સિક્યુરિટીએ અટકાવ્યા હતા. તેથી વિવાદ સર્જાયો હતો.ચેરમેન જયંતીભાઈ આ અંગે વાયરલ કરાયેલા વીડીઓ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, હું આજે અમારી સંસ્થાની જગ્યાના ચેકિંગ અને ઓડિટ માટે આવ્યો હતો, પરંતુ મને પ્રવેશ આપવામાં આવતો નથી.
તેઓએ સિક્યુરિટીના આવા વર્તન સામે નારાજગી વ્યક્ત કરીને ત્યાંથી જ પોતાની ટ્રસ્ટી પુત્રીના માધ્યમથી વીડીઓ વાયરલ કરેલો હતો. જેમાં સંસ્થાના અન્ય મેનેજીંગ ડિરેકટર ટ્રસ્ટી એવા રમણિકભાઈ સામે અને જગ્યાના ઉપયોગના હેતુ-વપરાશ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
આમ એક સંસ્થાના દાતા પરિવારને જ ખુદ પરિવારે સ્થાપેલી સંસ્થાના દરવાજેથી પાછા જવું પડયા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.આ મામલે આગામી દિવસોમાં કાયદાકીય નવાજૂની થાય તેવી શક્યતા નકારી ન શકાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy