જામનગરમાં ચાર સ્થળે દારૂના દરોડામાં ત્રણ પકડાયા : બે ફરાર

Local | Jamnagar | 14 September, 2026 | 02:41 PM
સાંજ સમાચાર

જામનગર, તા.14
જામનગર શહેરમાં દારૂના દૂષણ સામે પોલીસે કાર્યવાહી કરી 4 સ્થળે દરોડા પાડયા હતા. આ દરમિયાન કાર અને રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઉઘાડી પડી હતી. 4 દરોડા દરમિયાન 3 શખ્સો પકડાયા હતા જ્યાંરે બે શખ્સોને ફરાર જાહેર કરાયા હતા. દારૂ, રિક્ષા, કાર સહિત રૂ 3.99 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

જામનગરના પ્લોટ-60, શેરી નંબર-2 વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ઓટો રિક્ષામાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની રૂ.77,381ની કિંમતની 60 બોટલ સાથે આરોપી કેતન ઉર્ફે ગોપી અમુભાઈ ગજરા (રહે. પ્લોટ-60, શેરી નં.2) અને મેહુલ ગોવિંદભાઈ રાઠોડ (રહે. શંકરટેકરી, નહેરૂનગર, શેરી નં.6/એ,) ને પકડી પાડયા હતા. જેના કબ્જામાંથી ઓટો રિક્ષા સહિત 1.82 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. 

આ સિવાઈ સીટી એ ડિવિઝન પોલીસે રણજીતસાગર રોડ પર ગ્રીનસિટી રોડની શેરીમાં ગ્રીન એવન્યુ સામે રેડ પાડી શંકાસ્પદ કારની તલાસી લીધી હતી. કારમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.78 હજારની કિંમતની 50 બોટલ અને રૂ.7,446 ની કિંમતના દારૂના 87 ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ.1 લાખની કાર, દારૂ સહિત રૂ.1.85 લાખનો મુદમાલ કબજે કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં સીટી સી ડિવિઝન પોલીસે શંકરટેકરી વિસ્તારમાં ઇમામહુસેન પાંચ નંબરના ચોક પાસે એક વંડામાં દરોડો પાડ્યો હતો. જ્યાં તલાસી લેતા રૂ.22 હજારની કિંમતની 30 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ધોધા (રહે. શંકરટેકરી, નવી નિશાળ પાસે, જામનગર) અગાઉથી જ પરિસિ્થતિ પારખી નાશી જતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીને દબોચી લેવા તપાસ આરંભી છે.

આ સિવાઈ જામનગર શહેરના સાંઢીયા પુલ નજીક સરદારનગર શેરી નં.8માં પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સીટી-સી ડિવિઝન સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સરદારનગર ખાતે રહેતા પરેશભાઈ ભીખાભાઈ સોનગ્રાના રહેણાંકેથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 63 ચપલા મળી આવ્યા હતા, પોલીસે રૂ.10,218 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પરેશ સોનગ્રા સામે પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj