જામનગર, તા.14
જામનગર શહેરના માનવતાને શર્મશાર કરતી ઘટના સમાન મહાવીરનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની ગટરની કુંડીમાંથી ત્યજી દીધેલી હાલતમાં ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગયા બાદ પોલીસે આ મામલે એક અજાણી મહિલા સામે ગુનો નોંધી આજુબાજુના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના હર્ષદમીલ ચાલી, મહાવીરનગર ખાતે મહાવીર એપાર્ટમેન્ટની ગટરની કુંડીમાં તા.12 સપ્ટેમ્બરના સાંજના છ વાગ્યા આસપાસ આશરે ચારથી પાંચ માસના બાળકનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળાં એકઠા થયા હતા.
એપાર્ટમેન્ટમાં રહેતા અને વિજ કચેરીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા નિતીનભાઈ ડાયાભાઈ વાઘેલા ગટરની કુંડી અર્ધખૂલી હાલતમાં હોવાથી તેને બંધ કરવા જતી વેળાએ બાળક પર ધ્યાન પડ્યા બાદ તેઓએ સીટી-એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેના આધારે પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બાળકને કોણે અને કયા સંજોગોમાં ત્યજી દીધું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોએ નિર્દય જનેતા પર ધીક્કાર વરસાવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy