જામનગર તા.14
જામનગર શહેરના હાલાર હાઉસ વિસ્તારમાં સ્ટાર એપાર્ટમેન્ટમાં રહેતી 32 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાલાર હાઉસ નજીક આવેલા સ્ટાર એપાર્ટમેન્ટના ઈ-104માં રહેતા મીનાબેન રમેશભાઈ ગરસાણીયા (ઉં.વ.32)એ તા.13 સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતા પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મીનાબેનના પતિ રમેશભાઈ બાબુભાઈ ગરસાણીયાએ પોલીસમાં બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy