મોંઘી લોનનો ડામ સહન કરવા તૈયાર થઇ જાવ : રેપોરેટ વધશે

India | 14 September, 2026 | 11:41 AM
આરબીઆઇ ઓક્ટોબરની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધારી શકે છે : જો કે એફડી કરાવનાર કે બચત ખાતા ધારકોને ફાયદો થઇ શકે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.14
આવનારા દિવસોમાં લોન મોંઘી થઇ શકે છે. આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) પોતાની ક્રેડીટ પોલિસી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધારી શકે છે. એસબીઆઇ (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા)એ પોતાના રિપોર્ટમાં ઓક્ટોબર બાદ ડિસેમ્બરમાં પણ 0.25 ટકા વધારવાની વકીલાત કરી છે. રેપોરેટ વધવાથી ફ્લોટીંગ રેટવાળી લોનની ઇએમઆઇ (હપ્તા) વધી શકે છે, જ્યારે એફડી પર વ્યાજ દર વધવાની આશાથી રોકાણકારોને ફાયદો મળી શકે છે.

આગામી દિવસોમાં હોમ લોન અને કાર લોન મોંઘા થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પોતાની રિસર્ચમાં દાવો કર્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારી શકે છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25% વધારી શકે છે. જે પછી ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો થઈ શકે છે. એટલે કે, 0.50% સુધી રેપો રેટ વધી શકે છે.

EMI પર કેટલી અસર થશે?
જો તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય તો હાલનાં 8.25%નાં વ્યાજદર અનુસાર તમાં EMI 42,603 રૂપિયા જેટલો હોઈ શકે છે. જ્યારે 0.25% રેપો રેટ વધીને વ્યાજદર 8.50% થાય તો EMI વધીને 43,391 રૂપિયા થશે એટલે કે, વાર્ષિક 9,456 રૂપિયાનો વધારાનો વાર્ષિક બોજો આવશે. રેપો રેટ 0.50% વધે અને વ્યાજદર 8.75% થાય તો EMI વધીને  44,186 રૂપિયા થશે, એટલે કે, વાર્ષિક 18,996 રૂપિયાનું આર્થિક ભારણ આવી શકે છે. 

સામાન્ય લોકોને કેટલી અસર થશે?
આરબીઆઈનાં રેપો રેટમાં વધારા કરવાની અસર લેણદારો અને બેંક એફડી કરનાર પર પડતો હોય છે. ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓ પર તેની અસર થતી હોય છે, રેપો રેટ વધે એટલે તેમની EMIમાં પણ વધારો થતો હોય છે.

આ ઉપરાંત નવા ગ્રાહકો માટે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન માટેનો વ્યાજદર વધી જતો હોય છે. ફિક્સ્ડ રેટની લોન લેનારને તેની અસર થતી નથી. જોકે, એફડી કરાવનાર કે બેંક સેવિંગ કરનાર લોકોને ફાયદો થતો હોય છે. 

ક્રૂડ ઓઈલની કિંમતો વધતા મોંઘવારીનું જોખમ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધનાં કારણે 15 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલરને પાર કરી ગઈ છે અને તે 105-123 સુધી જઈ શકે છે. ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં 90 ટકા ભાગ ધરાવતી જરૂરી સામાનની સંખ્યા જાન્યુઆરી 2026માં 22 હતી, જે જુલાઈમાં 53 થઈ ગઈ.

પેટ્રોલ-ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની અસર લોકોનાં ખિસ્સા પર પડી રહી છે. આરબીઆઈને રેપો રેટ વધારવાની સલાહ મળી છે, જે અંગે દેશની પરિસ્થિતિ આધારે નિર્ણય લેવામાં આવશે.  

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj