સૌરાષ્ટ્રનાં ખેડુતોમાં આશાનો સંચાર કરતા મેઘરાજા : 0.5 થી 2 ઇંચ પાણી વરસ્યુ

Saurashtra | Rajkot | 11 September, 2026 | 03:28 PM
જામનગર પંથકમાં 2, અમરેલી જિલ્લામાં પણ 2 અને ખંભાળીયા પંથકમાં સવા ઇંચ વરસાદ
સાંજ સમાચાર

રાજકોટ, તા.11
સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ફરી મેઘરાજા કૃપા વરસાવવા લાગતા ખેડુતોને હાશકારાની લાગણી થઇ છે. દરમ્યાન ગઇકાલે અમરેલી જિલ્લામાં 1.5 થી 2 ઇંચ તેમજ જામનગરમાં ફલ્લામાં સવા બે ઇંચ, ખંભાળીયાનાં ગ્રામ્ય વિસતારોમાં એકથી સવા, ઉપલેટામાં 0.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

દરમ્યાન પ્રાપ્ત થતા અહેવાલો મુજબ અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગઈકાલે  ગુરુવારે વરસાદી માહોલ આશાનું કિરણ લઈને આવ્યો હતો.

જિલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ખાંભા તાલુકાના વાંકુનીધાર પંથકમાં અનરાધાર વરસાદ વરસતાં અંદાજે દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે નદી-નાળામાં નવા નીર આવ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

દરમ્યાન જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું એક કલાકમાં સવા બે ઇઃચ જેટલો વરસાદ વરસી ગયો હતો સવા મહિનાથી વધુ સમય રાહ જોવડાવ્યા પછી મેઘરાજાનું આગમન થતા ખેતરોમાં સુકાઇ રહેલા મોલને જીવતદાન મળ્યું હતું.

ફલ્લા નજીકનાં ખીલોસ ગામે પણ સારા વરસાદનાં અહેવાલ મળે છે.  ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આ વચ્ચે ખંભાળિયા તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે ધોધમાર વરસાદ વરસી જતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઉપરાંત કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં પણ ભારે ઝાપટા વરસ્યા હતા.

તથા ઉપલેટામાં સાત મીમી વરસાદ નોંધાયો હતો. ઉપલેટા આજે બપોરના 12ઃ00 વાગ્યા વરસાદ પડેલ હતો સાત મીમી વરસાદ પડેલો હતો  કુલ વરસાદ 240 મીમી થયેલ છે તાલુકાના ગામડામાં વરજાંગ જાળીયા તથા ની લાખા  તથા અરણી તથા મેરવદર  માં પણ જોરદાર ઝાપટા પડેલા હતા.

તેમજ અંદાજે એક માસથી પણ વધૂ સમયથી વરસાદની રાહ જોતાં કાગડોળે જામનગર જિલ્લાના લાલપુર અને ધ્રોલ પંથકમાં બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોમાં સારા વરસાદની આશા ફરી જીવંત બની છે.  તા. 10 ના રોજ લાલપુર તાલુકાના મોટાભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

જેમાં લાલપુર તાલુકાના પડાણા પીએસસી સેન્ટરમાં 29 મીમી અને મોડપર પીએસસી સેન્ટરમાં 28 મીમી વરસાદ નોંધાયો હતોવરસાદ નોંધાયો હતો છેલ્લા 48 કલાકમાં ધ્રોલ, ફલ્લા અને જાલીયા દેવાણીમાં 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj