ગાંધીનગર, તા.14
દારૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતે વૈશ્વિક વ્યાપારને ધ્યાનમાં રાખીને ગીફટસીટી માટે શરાબની છુટ્ટછાટ જાહેર કરી હતી અને પ્રવાસનને લક્ષ્યમાં રાખીને પર્યટન સ્થળો માટે આવી જ નીતિ અપનાવવાનું વિચારવાનું શરૂ કર્યું હતું પરંતુ હવે આ યોજના સ્થગીત કરવામાં આવી છે. પર્યટન સ્થળોએ શરાબની છુટછાટ આપવાનું હાલતૂર્ત માંડી વાળવામાં આવ્યું છે.
વિશ્વ વ્યાપારના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનેલા ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટછાટ આવ્યા બાદ ગત વર્ષમાં જ્યાં શરાબના વેચાણમાં 12 ગણો વધારો થયો હતો. રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનીટી, કચ્છના ધોરડો, ગીર સફારી પાર્ક-અભ્યારણ જેવા સ્થળોએ પ્રવાસન-વિકાસ માટે સમાન છુટછાટ આપવાની વિચારણા હાથ ધરી હતી.
હવે રાજ્ય સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે એટલે હાલતૂર્ત દરખાસ્ત સ્થગીત કરી દેવામાં આવી છે. ગીફટ સીટીની વાત જુદી છે જે આંતરરાષ્ટ્રીય , વ્યાપાર ધંધાનું કેન્દ્ર બન્યું છે.
જ્યાં દારૂની છુટછાટના કોઇ વિરોધ થયો નહતો પરંતુ અન્ય ભાગોમાં આવી છુટછાટથી રાજકીય મુદ્ો બની શકે છે. રાજ્યના હોટલ-પ્રવાસન ઉદ્યોગ દ્વારા લાંબા વખતથી દારૂબંધી હળવી કરવા માંગ કરવામાં આવી રહી છે. વિદેશી પ્રવાસીઓને આકર્ષવા આ કદમ જરૂરી હોવાની દલીલ છે. જો કે, સરકાર અત્યારના તબકકે આવું કદમ ઉઠાવવા તૈયાર નથી.
સૂત્રોએ એમ કહ્યું કે, ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મેળાવડા વખતે શરાબબંધીમાં છુટછાટ નીતિ વિચારાશે, ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટછાટને પ્રયોગ સફળ રહ્યો છે. ગત વર્ષે શરાબનું વેચાણ 15 ગણું વધ્યું હતું. જુલાઇ 2025થી જુલાઇ-2026 દરમિયાન 56000 લીટર દારૂ વેચાયો હતો. આગલા વર્ષે માત્ર 3500 લીટરનું વેચાણ હતું.
ગીફટ સીટીમાં દારૂના વેચાણથી સરકારને 80 લાખની ટેક્સ આવક થઇ હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવાની સાથોસાથ આ સ્થળોએ ડેસ્ટીનેશન વેડિંગ વધારવા માટે પણ પ્રયાસો શરૂ કરાયા છે. બજેટમાં `વેડઇન ગુજરાત'ની ખાસ થીમ પણ રજુ કરાઇ હતી. હોટલ ઉદ્યોગે ડેસ્ટીનેશન વેડિંગમાં પણ શરાબ છુટ્ટ માંગી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy