ડીફોલ્ટર સભાસદને એક વર્ષની સજા અને દંડ

Local | Jamnagar | 14 September, 2026 | 02:02 PM
સાંજ સમાચાર

જામનગર તા.14: જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને જોડીયા તાલુકાના લખતર ગામના  રહેવાસી સાગર મનહરભાઈ જોશીએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી.

આ લોન ભરપાઈ કરવા આરોપીએ  ચેક આપેલ અને  સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - 138 અન્વયે  આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો.

આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ  અને  તેને 1 વર્ષની જેલની સજા અને રૂ 1,31,013ની રકમનો દંડ ફટકારવામાં આવેલ છે.

અને આરોપી ગેરહાજર હોવાથી  તેના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવા કરવાનો હુકમ કરવામાં આવેલ  છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા, જયદીપસિંહ જાડેજા  રોકાયા હતા. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj