ચા ની હોટલે જૂની અદાવતમાં યુવકના હાથ ભાંગી નાખવા અંગે ચાર સામે ફરિયાદ

Local | Jamnagar | 14 September, 2026 | 01:45 PM
સાંજ સમાચાર

જામનગર તા.14
જામનગરના કાલાવડ નાકા બહાર ચાની હોટલ પાસે જૂની બોલાચાલીનો ખાર રાખી એક યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કરી હાથના કાંડાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડ્યાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

નૂરી ચોકડી પાસે અનપુર્ણા માતાજીના મંદિરની બાજુમાં રહેતા અયાનભાઇ મજીદભાઇ સાદી (ઉ.વ.26)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી પૈકીના એક સાથે બોલાચાલી થઈ હતી.

આ બાબતનો ખાર રાખી તા.12 સપ્ટેમ્બરના રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં તે કાલાવડ નાકા બહાર કે.જી.એન. ચાની હોટલ પાસે ઉભા હતા ત્યારે આફતાબ આશીફ ખફી અને સંજર સાહીલ માજોઢી એક્સેસ મોટરસાઇકલ પર આવ્યા હતા. જ્યારે બાપુડી ઉર્ફે ચોર અને માજોઢી પણ અન્ય એક્સેસ મોટરસાઇકલ પર આવ્યા હતા.

ચારેયએ ભુંડી ગાળો આપી અયાનભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેઓ નીચે પડી જતા મોઢા તથા શરીરના ભાગે લાતો અને ઢોસા માર્યા હતા. આ દરમિયાન આફતાબે નજીકમાંથી બોથડ પદાર્થ ઉપાડી જમણા હાથમાં મારતા કાંડાના ભાગે ફ્રેક્ચરની ઇજા થઈ હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે ચારેય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj