ભાયાવદરની હાકણીયા ડુંગર તળેટીમાં ઋષિ પાંચમનો લોકમેળો ખુલ્લો મુકાયો

Local | Dhoraji | 14 September, 2026 | 11:55 AM
આગેવાનો અને પ્રજાજનોની વિશાળ ઉપસ્થિતિ
સાંજ સમાચાર

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા. 14
કાલે તા. 14 થી 16 સપ્ટેમ્બર ત્રણ દિવસ ભાયાવદર નગરપાલિકા સંચાલિત ડાકણીયા ડુંગર તળેટીમાં ઋષિ પંચમીના આયોજીત કરાયેલા  લોકમેળાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ઈશ્વરધાર આશ્રમ ચિત્રાવડ પાટી ના  સંત  વિષ્ણુદાસજી બાપુ આશીર્વચન પાઠવેલ હતા. અતિથિ વિશેષ તરીકે આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા અમુભાઈ ફળદુ કિશોરભાઈ લાડાણી શશીકાંતભાઈ હિંડોચા જયુભા ચુડાસમા રમણીકભાઈ સતવારા બાવનજીભાઈ કરોતરા અતુલભાઇ વેગડા મુળુભાઈ સોલંકી બસીરભાઈ લુલાણીયા કાંતિભાઈ ચાંગેલા દેવેનભાઈ લાઠીગરા કિરીટભાઈ વાછાણી નયનભાઈ ફળદુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકમેળાને સફળ બનાવવા માટે પ્રમુખ રેખાબેન સીણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર ચીફ ઓફિસર ડી.એન. કંડોરીયા કારોબારી ચેરમેન માયાબેન વાછાણી રવિન્દ્ર સિંહ ચુડાસમા ના માર્ગદર્શન નીચે ચૂંટાયેલા સદસ્યો નગરપાલિકાના કર્મચારીઓ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj