જસદણમાં તહેવારોનાં દિવસોમાં બે હોસ્પિટલમાં આરોગ્ય સેવા શરૂ રહેતા દર્દીઓને રાહત

Local | Jasdan | 08 September, 2026 | 12:16 PM
સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબો-સ્ટાફની સેવા પ્રસંશા
સાંજ સમાચાર

(હિતેશ ગોસાઈ) જસદણ તા.8
જસદણમાં સાતમ આઠમના તહેવારોમા લોકો આનંદ ઉલ્લાસથી મેળાઓની મજા માણી રહ્યો હતો ત્યારે જે બિમાર દર્દીઓ હતાં તે ખરેખર કણસતા હતા આવા સમયે સગા સબંધીઓ પોતાના સ્વજનોને લઈ દોડાદોડી કરી રહ્યાં હતાં ત્યારે જસદણમાં દર્દીઓ માટે ખાનગી કોટડીયા ડોક્ટર હાઉસ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને આરોગ્ય સ્ટાફએ પોતાની રજાની મજા માણવાને બદલે દર્દીઓની સેવામાં રજા માણવાનું ચાલુ રાખતાં લોકોમાં ભારે સરાહના થઈ રહી છે.

 જસદણ વિંછીયા બાબરા જેવાં અનેક તાલુકાના દર્દીઓ અર્ધી રાત્રે પણ આવ્યાં તેમને તહેવારોમાં અસરકારક સારવાર મળી હતી ખાસ કરીને જસદણ સરકારી હોસ્પિટલની વાત કરીએ તો અહી આવતાં દર્દીઓને દવા અને સારવાર તો મળે જ છે પણ અહીંની એક સંસ્થા દર્દીઓ અને તેમની સાથે આવેલને બને સમય શુધ્ધ ઘરનું ભોજન દાળ ભાત ખીચડી કઢી રોટલી બે જાતના શાક  અને પ્રસુતાને તાત્કાલિક કોઈ પણ સમયે ચોખ્ખા ઘી નો શીરો પણ કોઈ અજાણ્યાં બનીને લાંબા સમયથી આપી જાય છે આમ છતાં હજું સુધી સંસ્થાના એક પણ સભ્યએ આ અંગે કોઈ પર હજું સુધી કોઈ કે પબ્લિસિટી કરી નથી.

 સામે પક્ષે કોટડીયા ડોક્ટર હાઉસ પણ માનવતાલક્ષી રહ્યું છે ગત માસમાં સરકારી હોસ્પિટલના આંકડા જોઈએ તો 131 ડિલવરી, 26 લોહીની બોટલ 4 સીજરીયન ડીલવરી,13785 ઓપીડી,2237 જનરલ દાખલ,3018 એક્સરે,19396 લેબોરેટરી,1320 ડાયાલિસિસ ટૂંકમાં કહીએ તો સાતમ આઠમના તહેવારોમા આ બન્ને હોસ્પિટલોએ દર્દીઓને ભારે રાહત આપી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj