અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદની નોંધપાત્ર ઘટ વચ્ચે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં નવી આશા

Local | Amreli | 14 September, 2026 | 11:49 AM
જિલ્લાના 11 તાલુકામાં સરેરાશ 74.36 ટકા વરસાદ : સૌથી વધુ રાજુલા તાલુકામાં અને સૌથી ઓછો જાફરાબાદ તાલુકામાં
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.14
અલનીનોની અસર વચ્ચે અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ખુબ જ ચિંતિત બન્યા છે. અને અમરેલી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેતી ક્ષેત્રે નવી આશા બંધાઈ છે. જો કે સમગ્ર ચોમાસાની સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોતા અમરેલી જિલ્લામાં સામાન્ય સરેરાશની સામે હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના 11 તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 74.36 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકામાં સૌથી ઓછો 45.03 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજુલા તાલુકામાં સૌથી વધુ 69.55 ટકા વરસાદ નોંધાયો હોવાનું સરકારી આંકડાઓ પરથી સામે આવ્યું છે.

અમરેલી જિલ્લાના 30 વર્ષના સરેરાશ વરસાદના આંકડા સાથે વર્તમાન વરસાદની સરખામણી કરીએ તો, ચાલું વર્ષે જિલ્લામાં હજુ આશરે 25.64 ટકાની ઘટ રહે છે. 
તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજુલા તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 28.66 ઇંચ વરસાદ નોંધાયો છે.

30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ રાજુલામાં વરસાદનું પ્રમાણ 69.55 ટકા જેટલું છે. રાજુલા બાદ સાવરકુંડલા તાલુકામાં 23.24 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશની સામે 81.63 ટકા જેટલો વરસાદ થાય છે. અમરેલી તાલુકામાં 22.44 ઇંચ વરસાદ સાથે 98.28 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે લિલિયામાં 22.80 ઇંચ વરસાદ નોંધાયો છે. લિલિયા તાલુકામાં સરેરાશની સામે 86.96 ટકા વરસાદ નોંધાયો છે.

કુંકાવાવ-વડીયા તાલુકામાં 22.20 ઇંચ વરસાદ નોંધાયો છે અને સરેરાશની સામે 96.03 ટકા વરસાદ થયો છે. ખાંભા તાલુકામાં 20.36 ઇંચ વરસાદ સાથે 96.85 ટકા વરસાદ નોંધાયો છે. બગસરા તાલુકામાં 22.24 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશની સામે 92.34 ટકા જેટલો થાય છે.

બીજી તરફ બાબરા તાલુકામાં અત્યાર સુધીમાં 16.84 ઇંચ વરસાદ નોંધાયો છે અને સરેરાશની સામે વરસાદનું પ્રમાણ 58.59 ટકા જેટલું રહ્યું છે. લાઠી તાલુકામાં 17.92 ઇંચ વરસાદ સાથે 68.29 ટકા વરસાદ નોંધાયો છે. ધારી તાલુકામાં 15.68 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશની સામે 53.23 ટકા જેટલો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં નોંધાયો છે. જાફરાબાદમાં અત્યાર સુધીમાં 15.68 ઇંચ વરસાદ પડ્યો છે અને 30 વર્ષના સરેરાશની સામે માત્ર 45.03 ટકા વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં સીઝનનો સરેરાશ વરસાદ હજુ 74.36 ટકા જેટલો જ રહ્યો હોવા છતાં તાજેતરના વરસાદી માહોલે ખેડૂતોમાં નવી આશા જગાવી છે. લાંબા વિરામ બાદ મેઘાવી વાતાવરણ સર્જાતા ખેતરોમાં ફરી હરિયાળી જોવા મળે અને વરસાદની ઘટ પૂરી થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj