(કેશુભાઇ માવદીયા) માધવપુર, તા.10
માધવપુર ઘેડ ગામે ગ્રામ પંચાયત સતાધીશોની બેદરકારીથી ગામમાં ઠેર-ઠેર સફાઇના અભાવે ગંદકીના થર જામતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે.
માધવપુરની મુખ્ય બજાર જતા રોડ અને ડો. આંબેડકર રોડના કોર્નર પર કચરા પેટ્ટી મુકવામાં આવી છે. આ કચરાની સફાઇ થતી નથી. કચરા પેટી આસપાસ જ ગંદકીના થર જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયત સરપંચ ભનુ ભુવા અને તલાટી મંત્રી રમેશ બાલશને માત્ર સફાઇ વેરા વસુલાતમાં રસ હોય. જાહેર માર્ગોમાં ગંદકી દૂર કરવા કાર્યવાહી નહીં કરતા રોષની લાગણી ફેલાઇ છે.
વીજ ધાંધીયા
માધવપુર ગામે પીજીવીસીએલ દ્વારા વારંવાર વીજ કાપથી હોસ્પીટલ, પોસ્ટ ઓફિસ, બેંક, વેપાર ધંધા-રોજગારને અસર થઇ રહી છે. અવારનવાર રજૂઆત છતાં વીજ કંપની બેદરકારી દાખવતા ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત
માધવપુર ઘેડ વિસ્તારમાં વરસાદ ખેંચાતા પાક મુરજાતા ખેડૂતો-ખેત મજુરો ચિંતીત બન્યા છે. સરકાર દ્વારા આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત કામ-ઘાસ વિતરણ કરવા માંગણી ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy