ધોરાજી,તા.14
નાની પરબડી ગામના સરપંચ નાનજીભાઈ ગજેરા નાં પિતા હંસરાજભાઇ મેઘજીભાઈ ગજેરા નું અવસાન થતા પરિવારજનોએ સ્વ નાં ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળ ના સાગર સોલંકી અને ધમેન્દ્ર બાબરીયા ને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડો જયેશ વેસેટીયન અને ડો, કુનાલ બંસલ અને મેડિકલ ટીમના નીતીનભાઇ ચુડાસમા અને સચીનભાઇ સોદરવા સહિત ના ઓએ નાની પરબડી ગામે જઈ ચક્ષુદાન કરેલ હતું.
આતકે કરસનભાઈ ગજેરા, નાનજીભાઈ ગજેરા,મનસુખભાઈ ગજેરા, અમીતભાઈ ગજેરા, કિરીટભાઇ ગજેરા, સંદીપભાઈ ગજેરા,તરુણભાઇ ગજેરા, રણછોડભાઈ વાગડીયા,અરવીદભાઇ ગજેરા, સુરેશભાઈભાઇ ગજેરા, કિશોરભાઈ વાંક સહિત હાજર રહ્યા હતા.
અને સ્વ હંસરાજભાઇ ગજેરા ની વિસાળ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં સમાજના અગ્રણી સહિત ના લોકો જોડાયા હતા અને ધોલ નગારાં સાથે રામ ધુન અને ભજનો બોલના અંતિમ યાત્રા નીકળી હતી અને સ્મશાન ખાતે તમામ લોકો એ શ્રી રામ જય રામ જય જય રામ ધુન બોલાવી હતી.
આતકે ધોરાજી માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ નાની પરબડી ના ગજેરા પરીવાર ની સેવાઓ ને બિરદાવી સ્વ હંસરાજભાઇ ને શ્રધ્ધા સુમન અપૅણ કરેલ હતાં.
ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન અને સ્ક્રીન ડોનેશન માટે 2ડ્ઢ47 ફોન 9898701774અને9898715775 અને સરકારી હોસ્પિટલ ધોરાજી 02824-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy