રાજુલા તા.14
જાફરાબાદ બંદર ખાતે મેરીટાઈમ બોર્ડ વિભાગ દ્વારા 3 નંબરનું ભય સુચક ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ વધતા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જેના કારણે માછીમારો અને દરિયાકાંઠાના લોકો માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.જાફરાબાદ દરિયાકાંઠે અરબી સમુદ્ર માં સક્રિય બનેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદ બંદર પર મેરીટાઈમ બોર્ડ વિભાગે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવ્યું છે. આજે સવારથી જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાઈ પાણીમાં ભારે હિલોળા સાથે ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. દરિયાની સ્થિતિ સામાન્ય દિવસોની સરખામણીએ વધુ ઉગ્ર બનતા બંદર તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા તેમજ દરિયાકાંઠે અનાવશ્યક અવર જવર ટાળવા અપીલ કરવામાં આવી છે. હાલ જાફરાબાદ બંદર સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy