(ગની કુંભાર) ભચાઉ તા.27
પોલીસ મહા નિરક્ષક ચીરાગ કોરડીયા, બોર્ડ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ તરફથી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.આર. ગઢવી તથા બાલાસર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે મળેલ કે, આણંદપર ગામના ગોરા હરી મકવાણાના ઘરે ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો તીનપતીનો જુગાર ચાલુમાં છે જે બાતમી હકીકત આધારે તેના ઘરે રેઈડ કરતા તીનપતીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીઓમાં ગોરાભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ.52), આત્મારામભાઈ નારણભાઈ મકવાણા (ઉ.વ.42), કરશનભાઈ માધાભાઈ મકવાણા (ઉ.વ.55) હસમુખભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.36), પ્રેમજીભાઈ રામાભાઈ મકવાણા (ઉ.વ.53) સામજીભાઈ વિસાભાઈ મકવાણા (ઉ.વ.56) તથા મનજીભાઈ જેમલભાઈ મકવાણા (ઉ.વ.58) (રહે. તમામ આણંદપર તા.રાપર કચ્છ) વગેરે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy