સોમનાથ - પ્રભાસ - પાટણ ખાતે દર વર્ષે રામદેવજી મહારાજની મૂર્તિ બેસાડવા વાળા આયોજિત શ્રી રામદેવજી મહારાજ મહાઉત્સવ તારીખ 13 -9- 2026 થી તારીખ 15 -9- 2026 સુધી યોજનાર છે. ધેડિયા કોળી સમાજની વાડી નાનાકોળીવાળા પ્રભાસ -પાટણ ખાતે અને શ્રી રામદેવજી મંદિરે યોજનાર છે આ મહાઉત્સવ સમસ્ત કોળી જ્ઞાતિના ઉત્થાન અને કલ્યાણ માટે આયોજન કરાયું છે.
પ્રથમ દિવસે સવારે 9:00 વાગે હવન, ધજા પૂજન અને રામદેવજી મહારાજના મુગટ, ભાલુ અને છત્તરનું પૂજન અને ધજા અને મુગટ સાથે ડીજેના સથવારે નાના કોળીવાળાથી મંદિર સુધી ધર્મયાત્રા સાંજે શણગારેલી થાળીમાં મહાઆરતી અને રાત્રે ચિરાગ સોલંકીના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સમગ્ર ઉત્સવ અંગે સમાજમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ છે અને આસપાસના વિસ્તારનો શણગાર કરાયો છે.
(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy