વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક તહેવારો સંવત્સરી, ગણેશ ઉત્સવ, રામદેવજી મહારાજ ની ધ્વજા, અગિયારમી શરીફ સહિતના તહેવારો નજીકના દિવસોમા આવી રહ્યાં હોય જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન મુજબ સીટી પીઆઈ જે.એન.ગઢવી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ તકે હિન્દુ મુસ્લિમ સમાજોના પટેલો, પ્રમુખો, આગેવાનો, પ્રતિનિધિઓ ગણપતિ ઉત્સવ ના આયોજકો સહિત ઉપસ્થિત રહેલ હતા. આ તકે સીટી પીઆઈ જે.એન.ગઢવી બધા ધાર્મીક તહેવારો ભાયચારા થી ઉજવાય તેવી અપીલ કરેલ અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે સૌએ તકેદારી રાખવી બધા તહેવારો માં પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે કોઇએ કોઈની લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવી કોઈએ કાયદો હાથ માં ન લેવો કોઈ બનાવ બને તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ટેલિફોનિક 02876 220003 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy