ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂા.11,240 રોકડ રકમ જપ્ત કરી હતી. આ કાર્યવાહીમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સોમાં ભરતભાઈ સોમાભાઈ ખંડોરીયા, ભુપતભાઈ જીવાભાઈ મકવાણા, અશોકભાઈ જીવાભાઈ બજાણીયા, જયંતિભાઈ ઈશ્વરભાઈ વીરાણી, દિલીપભાઈ કાળુભાઈ બજાણીયા, મનોજભાઈ લખમણભાઈ કોપેણીયા, વિપુલભાઈ મૂળજીભાઈ રાઠોડ, રાજેશભાઈ દેવજીભાઈ પાટડીયા અને હિતેશભાઈ વશરામભાઈ પરમારનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy