સાવધાન : ફોન વગર પણ તમને ટ્રેક કરી રહ્યું છે વાઇ-ફાઇ

World, Technology | 26 August, 2026 | 12:03 PM
કાર્લસ્રુહે ટેકનોલોજી સંસ્થાનાં વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
સાંજ સમાચાર

બર્લિન, તા. 26
જો તમે વિચારો છો કે સ્માર્ટફોન, સ્માર્ટવોચ કે લેપટોપ ઘરે છોડીને જવાથી કોઈ તમને ટ્રેક નથી કરી શકતું, તો હવે તમારે સાવધાન થવાની જરૂર છે. વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેનાથી તમારી આસપાસ મોજૂદ વાઇ-ફાઇ રાઉટર કોઈપણ કનેક્ટેડ ડિવાઇસ વગર પણ તમારી ઓળખ કરી શકે છે.

આ ટેકનિક 100 ટકા સુધી સચોટ રીતે કોઈપણ વ્યક્તિની ગતિવિધિ અને ઓળખ પકડી શકે છે. જર્મની સ્થિત કાર્લસ્રુહે ટેકનોલોજી સંસ્થાનાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વાઇ-ફાઇ રાઉટર એક અદ્રશ્ય જાસૂસી નેટવર્કમાં ફેરવાઈ શકે છે.

વાસ્તવમાં, વાઇ-ફાઇ રાઉટર અને ડિવાઇસ વચ્ચે જે અનએનક્રિપ્ટેડ (સુરક્ષા વગરનાં) સિગ્નલની આપ-લે થાય છે, તેનો ઉપયોગ માણસોની રેડિયો-ઈમેજ (રેડિયો આધારિત તસવીર) બનાવવા માટે કરી શકાય છે.

આ સિસ્ટમ દરેક વ્યક્તિના ચાલવાની રીતથી લગભગ 100 ટકા સચોટતા સાથે સેક્નડોમાં તેમની ઓળખ કરવામાં સફળ રહી. હજારો લોકો પર કરવામાં આવેલા પરીક્ષણમાં આ સિસ્ટમે સિગ્નલ દ્વારા લોકોની ચાલ-ઢાલ અને શારીરિક રચનાને સેક્નડોમાં ઓળખી લીધી.

આ ટેકનિકનો દુરુપયોગ તમારી લોકેશન હિસ્ટ્રી અને અંગત ટેવો પર નજર રાખવા માટે થઈ શકે છે. કારણ કે તમારી પાસે કોઈ ડિવાઇસ નથી, તેથી તમને ખબર પણ નહીં પડે કે તમારી જાસૂસી થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ આ ટેકનિકમાં મજબૂત સુરક્ષા ઉપાયો અને શ્રેષ્ઠ પ્રાઇવસી નિયમો લાગું કરવાની જરૂરિયાત બતાવી છે.

કેવી રીતે રાખે છે નજર
જ્યારે કોઈ ડિવાઇસ વાઇ-ફાઇ સાથે કનેક્ટ થાય છે ત્યારે રાઉટર અને ડિવાઇસ વચ્ચે સિગ્નલની આપ-લે થાય છે. આ સિગ્નલ એનક્રિપ્ટેડ નથી હોતા, એટલે કે આ ડેટાને કોઈ પણ સિગ્નલ રિસીવર વાંચી શકે છે.

જ્યારે તમે વાઇ-ફાઇ ક્ષેત્રમાં હોવ છો ત્યારે તમારા શરીર સાથે અથડાઈને તરંગો રીફ્લેક્ટ થાય છે. સિસ્ટમ આ પેટર્નનો ઉપયોગ કરીને એક્સ-રે અથવા કેમેરાની જેમ માણસની રેડિયો ઈમેજ (આકાર અને ચાલવાનો તરીકો) તૈયાર કરે છે.

સેક્નડમાં સચોટ ઓળખ
આ ટેકનિક માટે કોઈ ખાસ ઉપકરણની જરૂર નથી, એક સાધારણ વાઇ-ફાઇ ડિવાઇસની જ જરૂર પડે છે. આ રીત ઘર, ઓફિસ કે કેફેમાં ચાલતા સામાન્ય વાઇ-ફાઇ નેટવર્ક પર કામ કરે છે. એકવાર જ્યારે AI મોડેલને કોઈ વ્યક્તિની ઓળખ કરવા માટે પ્રશિક્ષિત (ટ્રેન) કરી દેવામાં આવે છે, તો તે સેક્નડોમાં તેની સચોટ ઓળખ કરી લે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj