`કાર કૂટનીતિ' ચોથી વાર મોદી અને પુતિને સાથે ગાડીમાં સવારી કરી

India, World | 12 September, 2026 | 11:43 AM
બન્ને નેતાઓની સાથે કાર સવારી, બન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધનો સંદેશ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન શુક્રવારે ચોથીવાર એક જ કારમાં સવારી કરી બન્ને દેશોની મજબૂત દોસ્તી, સહયોગ અને ભાગીદારીનો સંદેશ આપ્યો હતો. આ કારણે આ ઘટનાને મોદી-પુતિનની `કાર-કૂટનીતિ' કહેવામાં આવી રહી છે.

શુક્રવારે ભારત મંડપમમાં દ્વિપક્ષીય સંવાદ બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન પરિસરના જ બીજા ભાગમાં આયોજીત `બ્રિકસ બિઝનેસ ફોરમ'માં પહોંચ્યા હતા. મોદી અને પુતિન મંત્રણા સ્થળની બહાર આવ્યા બાદ એક જ લિમોઝીન કારમાં સવાર થઈને બિઝનેસ ફોરમ આયોજન સ્થળ સુધી ગયા હતા.

જયારે બન્ને નેતાઓએ એક સાથે કારની સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે કુટનીતિક રીતે બે નેતાઓના એક જ કારમાં સફર કરવાને તેમના વચ્ચે મજબૂત સંબંધ અને પરસ્પર સહયોગના પ્રતીક તરીકે વૈશ્વિક સ્તરે મોટા સંદેશ તરીકે જોવામાં આવે છે.

કયારે-કયારે બન્ને નેતાઓએ કારમાં સાથે સવારી કરી?

* સપ્ટેમ્બર 2025ઃ ચીનમાં શાંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં વાતચીત બાદ બન્ને નેતાઓ એક જ કારમાં સાથે નીકળ્યા હતા.

* ડિસેમ્બર 2025ઃ પુતિનની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં વિમાન મથકે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ બન્ને નેતા એક જ કારમાં વડાપ્રધાન આવાસે પહોંચ્યા હતા.

* 31 ઓગષ્ટ 2026ઃ કિર્ગિસ્તાનના બિશ્કેડમાં એસસીઓ શિખર સંમેલન અને છઠ્ઠી વિશ્વ નોમેડ ગેમ્સ દરમિયાન બન્ને નેતા એક જ ગાડીમાં સવાર થઈને ઉદઘાટન સમારોહ પહોંચ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj