નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થનારી બ્રિકસ દેશોની શિખર પરિષદમાં ભારતે હવે સભ્ય દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ડિજીટલ સીસ્ટમ- પેમેન્ટ વ્યવસ્થા લાગુ કરવા હિમાયત કરી છે.
આજે શિખર બેઠકના પ્રારંભ પુર્વે બ્રીકસ વ્યાપાર મંત્રીઓની બેઠકમાં ભારતના કોમર્સ મીનીસ્ટર પીયુષ ગોયલે સ્પષ્ટ કર્યુ હતું કે, ભારત બ્રીકસ- કરન્સીની તરફેણમાં નથી તેના બદલામાં સભ્ય દેશોએ એક કોમન સેન્ટ્રલ બેંક ડીજીટલ કરન્સી પર જવું જોઈએ.
તેઓએ આ માટે ભારતની યુપીઆઈ સીસ્ટમનું દ્રષ્ટાંત આપ્યુ હતું. તેઓએ જણાવ્યું કે, સેન્ટ્રલ બેન્ક ડીજીટલ કરન્સી કે ફાસ્ટ પેમેન્ટ સીસ્ટમ એ સભ્યોને તેના વલણ, રૂપિયા, પ્રપાપ, રૂબલ વિ. તેની પાસે જ રહેવા દઈને ડીજીટલ કરન્સી વ્યવહાર કરવા જોઈએ.
તેઓએ સ્પષ્ટ કર્યુ કે, ભારત બ્રિકસ-કરન્સીની તરફેણ કરતો નથી. અગાઉ બ્રિકસ દેશોમાં ડોલર સામે કોઈ મજબૂત કરન્સીની તરફેણ કરવામાં આવી હતી. ભારતે સ્પષ્ટ કર્યુ કે તે ડોલર નબળો પડે તે ઈચ્છતુ નથી.
અગાઉ ટ્રમ્પે ડોલર સામે કોઈ સમાંતર કરન્સી ઉભી કરવાના બ્રિકસના દેશોને ચેતવણી આપી હતી અને તેમ જો થશે તો 100% ટેરિફની ધમકી આપી હતી. રિઝર્વ બેન્કે અગાઉ ડીજીટલ રૂપી સીસ્ટમ દાખલ કરી છે પણ તેને બહું આવકાર મળ્યો નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy