ગ્રોબુંડેન (સ્વીટઝલેન્ડ) તા.11
અત્રે ડચ પર્યટકોને લઈ જઈ રહેલી એક બસ ઢાળ પરથી ગબડીને એક સેફટી બેરીયર સાથે ટકરાતા અનેક લોકોનાં મોત નીપજયા હતા. જયારે અનેક લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત ગ્રૌબુંડેનથી દૂર પૂર્વી કેન્ટનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 4-45 વાગ્યે સર્જાયો હતો. બસ પલટીને ઢાળથી નીચે પડી એક બેરીયર સાથે ટકરાઈ હતી. ડચ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્સીઝે જણાવ્યું હતું કે બસ ટુર કંપની ઓડની હતી અને તેમાં 48 યાત્રી સવાર હતા જે બધા નેધરલેન્ડના રહેવાસી હતા.કેન્ટન પોલીસે જણાવ્યું હતું કે સુશના બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોત નીપજયા છે જયારે અન્ય ઘાયલ થયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy