નવી દિલ્હીઃ એક સમયે બ્રિટનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેક સૂર્ય કદી આથમતો જ ન હતો તેટલા દેશો પર બ્રિટીશ શાસન હતું તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો તથા ભારતના ભાગલા પાડવામાં પણ બ્રિટનની મોટી ભૂમિકા હતી.
આજે બ્રિટન હવે તેની અખંડીતા સામે મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી સ્કોટલેન્ડ, વેલ્સ તથા નોધેન આયરલેન્ડ બ્રિટનથી અલગ થઈને તેના સ્વતંત્ર અસ્તિત્વની માંગ કરી રહ્યા હતા. હવે આ મુદે ફરી એક વખત રેફરેન્ડમ- લોકમત લેવાની માંગ શરુ કરી છે.
આજે કાર્ડીકમાં યોજાનારી એક બેઠકમાં બ્રિટનની એકતા સંદર્ભમાં એક નવેસરથી ચર્ચા શરુ થશે અને તેમાં સંયુક્ત જાહેરનામા પર સહી થાય તેવા સંકેત છે. જેમાં નોધેન આયરલેન્ડ અને આયરલેન્ડ ફરી એક થાય તેવી માંગ છે. આજના સંયુક્ત ઘોષણાપત્રમાં ત્રણેય પ્રાંત એક સાથે આત્મનિર્ણય અને આઝાદી પર રેફરન્ડમની માંગણી કરશે.
આમ એક સાથે બ્રિટનના ત્રણેય પ્રાંત આ પ્રકારની માંગ કરી રહ્યા હોય તેવી પ્રથમ સ્થિતિ છે પણ હાલ તેઓ બ્રિટન સાથે છે. જનમત સંગ્રહ એ એક લાંબી પ્રક્રિયા છે. સ્કોટલેન્ડમાં સ્કોટીશ નેશનલ પાર્ટીના જોન સ્વીની હાલ ફસ્ટ મીનીસ્ટર છે.
આજ રીતે અન્ય બે પ્રાંતમાં પણ બે ફસ્ટ મીનીસ્ટર છે. (આ આપણા મુખ્યમંત્રી જેવી વ્યવસ્થા છે પણ તેની સતા મર્યાદીત છે) અને એ ત્રણેય હવે પોતાના પ્રાંતના સ્વનિર્ણયના અને સ્વતંત્રતાના અધિકાર પર જનમત સંગ્રહની ચર્ચા કરશે.
આ બેઠકમાં આયરલેન્ડના નેતા મેરી લુ મેકડોનાલ્ડ પણ સાબીત થશે. જો કે સ્કોટલેન્ડ અગાઉ 2014માં અલગ થવાનો બહુમત સંગ્રહ કરી ચુકયુ છે પણ 51%થી વધુ લોકોએ બ્રિટનની સાથે જ રહેવાનો મત વ્યક્ત કર્યો હતો.
જો કે સ્વતંત્ર નિષ્ણાંતો કહે છે કે રેફરેન્ડમ કે અલગ થવા પર કોઈ જલ્દી દબાણ સર્જાશે. જેથી આયરલેન્ડ અને નોધેન આયરલેન્ડ એ બાકી બે થી અલગ છે. તેથી નોધેન આયરલેન્ડ એ બ્રિટનને છોડી બન્ને આયરલેન્ડ એક થવા પર બહુમત મંતવ્ય આપી શકે છે.
હાલમાં ટ્રમ્પે પણ સંયુક્ત આયરલેન્ડની વાત છેડી હતી. વાસ્તવમાં બ્રિટન કરતા યુનાઈટેડ કિંગડમ વધુ મહત્વનું છે. ગ્રેટ બ્રિટનમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ આવે છે. યુનાઈટેડ કિંગડમ (યુકે)માં ઈંગ્લેન્ડ-સ્કોટલેન્ડ વેલ્સ અને નોધેન આયરલેન્ડ છે. આમ ગ્રેટ બ્રિટન કરતા યુનાઈટેડ કિંગડમ વધુ મહત્વનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy