બ્રિકસનો મહામંચ તૈયાર : વૈશ્વિક નેતાઓનું દિલ્હીમાં આગમન શરૂ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું આગમન : વડાપ્રધાન મોદી સાથે શિખર મંત્રણા

India, World | 11 September, 2026 | 11:19 AM
= આવતીકાલથી શરૂ થનાર બ્રિકસ સમિટ માટે દિલ્હી તૈયાર : 26 દેશોના રાષ્ટ્રવડા અને વરિષ્ઠ નેતાઓ ભારતના મહેમાન
સાંજ સમાચાર

= ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ કાલે બપોરે આવશે : પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા : જમીનથી લઈ હવાઈ કિલ્લેબંધી

નવીદિલ્હી,તા.11
આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિકસ શિખર સંમેલન માટે વૈશ્વીક નેતાઓનું ભારતમાં આગમન શરૂ થઈ ગયું છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન સૌ પ્રથમ આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા અને તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું હતું. બપોર બાદ વિધિવત સ્વાગત કરવામાં આવશે.

જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે ત્રણ વાગ્યે સૌ પ્રથમ દ્વિપક્ષી શિખર બેઠક યોજાશે. એક તરફ ઈરાન યુધ્ધ અને બીજી તરફ યુક્રેન સંઘર્ષ તેમજ બદલાતા જતા વૈશ્વિક પરિબળો વચ્ચે બન્ને રાષ્ટ્રવડાઓની મુલાકાત મહત્વની બની રહેશે.

શ્રી પુતીન ત્રણ દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે અને 13 સપ્ટેમ્બરે તેઓ વિદાય લેશે. એરપોર્ટ ઉપર વિદેશ રાજય મંત્રી કિર્તી સર્ધનસિંહે રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું અને બાદમાં તેઓ સીધા હોટલ પર હંકારી ગયા હતા.

આજે બપોરે 3-30 કલાકે પ્રથમ બેઠક બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે યોજાશે, અને સાંજે 6-30 કલાકે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન શ્રી મોદીની બેઠક નિશ્ચિત છે બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીંગ પીંગ પણ ભારત આવી રહ્યા છે અને આવતીકાલે બ્રિકસ સંમેલન દરમ્યાન જ ભારત અને ચીન વચ્ચે એક અલગ દ્વિપક્ષી બેઠક યોજાશે.

આ ઉપરાંત મલેશીયા, દક્ષિણ આફ્રિકા, મીશ્ર તથા ઈથોપીયાના રાષ્ટ્રવડાઓ પણ ભારત પહોંચી રહ્યા છે અને તેઓ દિલ્હી વૈશ્વિક નેતાઓનો મેળાવડો યોજાયો હોય તેવા દ્દશ્યો સર્જાશે. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે સુખોઈ 57 લડાયક વિમાન અંગે પણ એક મહત્વનો કરાર થઈ શકે છે.

આ સાથે બ્રાઝીલના વિદેશ મંત્રી માઉરો વિએરા પણ ભારત પહોંચ્યા છે. સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગ્રુટેરેશ આજે બપોર બાદ ભારત પહોંચશે. ચીનના રાષ્ટ્રપતિ શ્રી જીંગ પીંગ આવતીકાલે બપોરે 12-25 કલાકે દિલ્હી પહોંચે તેવા સંકેત છે.

તમામ મહાનુભાવો માટે દિલ્હીમાં 11 અલગ અલગ હોટલોમાં સુરક્ષાની ભારે વ્યવસ્થા સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂરા દિલ્હીમાં એનએસજી કમાન્ડો સહિતના સુરક્ષા દળો માર્ગો ઉપર ગોઠવાઈ ગયા છે.

કયાં કયાં દેશોના રાષ્ટ્રવડા સામેલ થશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહોંચી ગયા છે
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામાફોસા પણ પહોંચ્યા
ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કીયાન બપોરે 1-25 કલાકે ભારત આવે છે
નાઈઝેરીયાના ઉપરાષ્ટ્રપતિ કાસીમ સેટ્ટીમા બપોર બાદ પહોંચશે.
મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ સાંજે 5-30 કલાકે દિલ્હી પહોંચશે.
સંયુકત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ મોહમ્મદ બીન જાહેદ અલ નાહયાન સાંજે પાંચ વાગ્યે આવશે.
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાંજે દિલ્હી પહોંચશે.
ઈથોપિયાના વડાપ્રધાન અબઈ અહમદ અલી સાંજે 7-30 દિલ્હી પહોંચશે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબોતો રાત્રીના દિલ્હી પહોંચશે.
ફિલીપ્રિન્સના રાષ્ટ્રપતિ ફદીનાન્દ આર. માર્કોસ જુનીયર રાત્રે દિલ્હી પહોંચશે.
કયુબાના વિદેશ મંત્રી ગ્રુનો રોડ્રીકસ પેરીલા રાત્રે ભારત આવે છે.
બેલારૂસના વિદેશ મંત્રી મેકસીમ રેજીનકોવ આવતીકાલે સવારે દિલ્હી આવે છે.
વિયેતનામના વડાપ્રધાન લી મીન્હ હંગ આવતીકાલે સવારે આવે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જીન પીંગ કાલે બપોરે 12-35 કલાકે ભારત આવશે.
કઝાખસ્તાનના રાષ્ટ્રપતિ કાસીમ જોમાર્ત તાકોયોવ કાલે બપોરે ભારત પહોંચશે.
બુરન્ડીના રાષ્ટ્રપતિ રાત્રે દિલ્હી પહોંચશે.

આ ઉપરાંત સંયુકત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ, વિશ્વ વ્યાપાર સંઘના ડાયરેકટર જનરલ, બહેરીનના વિદેશ મંત્રી, સાઉદી અરેબીયાના વિદેશ મંત્રી તથા એનડીબીના પ્રેસીડન્ટ પણ ભારત આવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj