વોશિંગ્ટન (અમેરિકા), તા.14
આતંકી સંગઠન અલ-કાયદાનો આતંકી ઓસામા બિન લાદેન 9/11 હુમલા પહેલા ભારતને પણ ટાર્ગેટ બનાવવા માંગતો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સી CAI ના તાજેતરના જારી દસ્તાવેજથી ખબર પડે છે.
28 ઓગસ્ટ 1998ના આ રિપોર્ટમાં બિન લાદેનની ભારત સહિત ઘણાં દેશોમાં હુમલાની યોજનાનો ઉલ્લેખ છે. જો કે તેમાં ભારતમાં કોઇ ખાસ જગ્યા કે હુમલાની તારીખ અંગે જાણકારી નથી આપવામાં આવી. CIA એ 9/11 હુમલાની 25મી વર્ષગાંઠ પ્રસંગે શુક્રવારે બિન લાદેન સાથે જોડાયેલો ખાનગી રિપોર્ટ જાહેર કર્યો છે.
તેમાં 100થી વધુ પાનાની જાણકારી છે. CIA ના અહેવાલ મુજબ, ઓસામા બિન લાદેન ભારત સહિત 8 દેશોમાં હુમલા કરવા માંગતો હતો. જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન અને યુગાન્ડાના નામ સામેલ છે. જોકે, દસ્તાવેજમાં ભારતમાં હુમલાના કાવતરા વિશે વધુ માહિતી આપવામાં નથી આવી.
આ અહેવાલનું શીર્ષક `બિન લાદેનનું આતંકી નેટવર્ક હજુ પણ ખતરો છે' હતું. દસ્તાવેજના કેટલાક ભાગો સાર્વજનિક નથી કરાયા અને આ ગુપ્ત માહિતી ક્યાંથી મળી તે અંગે પણ ખુલાસો કરવામાં નથી આવ્યો.
રિપોર્ટ અનુસાર, બિન લાદેન ઓછામાં ઓછા 60 દેશોમાં રહેલા પોતાના માણસો અને અન્ય આતંકવાદી સંગઠનોની મદદથી હુમલા કરાવી શકતો હતો. CIA દ્વારા 1998 થી 2001 ની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિઓને બિન લાદેન અને અલ-કાયદાના જોખમ અંગે ઘણી વખત માહિતી આપવામાં આવી હતી.
જારી કરાયેલા દસ્તાવેજોમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળથી લઈને જ્યોર્જ ડબલ્યુ. બુશના શરૂઆતના કાર્યકાળ સુધીના રિપોર્ટ્સ સામેલ છે. ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલામાં અંદાજે 3 હજાર લોકોના મોત થયા હતા. અલ-કાયદાના 19 આતંકીઓએ 4 યાત્રીઓને હાઇજેક કર્યા હતા.
બે વિમાન ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે ટકરાયા અને બન્ને બિલ્ડિંગ ધરાશાયી થયા. ત્રીજું વિમાન વોશિંગ્ટનની પાસે પેંટાગન સાથે ટકરાયું, જ્યારે ચોથું વિમાન પેંસિલ્વેનિયામાં પડયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy