ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બની ગયા છે. આ રેકોર્ડ માટે રૂટ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મીથ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
બંને ખેલાડીઓ ઉત્તમ સ્લીપ ફિલ્ડર છે. એજબેસ્ટન ખાતે પાકિસ્તાન સામે ચાલી રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ દરમિયાન અબ્દુલ્લા શફીકને કેચ કરીને રૂટે ફરી એકવાર આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેસ કરવાનો રેકોર્ડ ધરાવે છે.
જેમાં 220 કેચ છે, જ્યારે સ્મિથ 219 કેસ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. ટીમ ઇન્ડિયાના સ્લિપ સ્પેશિયાલિસ્ટ રાહુલ દ્રવિડ પણ આ યાદીમાં છે, જેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ફિલ્ડર તરીકે 210 કેચ લીધા છે. દ્રવિડ ઉપરાંત આ યાદીમાં મહેલા જયવર્ધને અને જેક્સ કાલિસ જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy