સુખોઈ-57 વિમાન આપવા રશિયાનો પ્રસ્તાવ

ભારતને મળશે S-400ની પાંચ સ્કવોડ્રન : રશિયા - ભારત વચ્ચે જબરો સંરક્ષણ કરાર

India, World | 11 September, 2026 | 05:29 PM
ઓપરેશન સિંદુરમાં મહત્વની સાબીત થયેલી એરડિફેન્સ સીસ્ટમ હવે દરેક સરહદે તૈનાત થશે
સાંજ સમાચાર

નવી દિલ્હીઃ આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિકસ સંમેલન પુર્વે ભારત અને રશિયા વચ્ચે જબરા સંરક્ષણ સોદાને આખરી સ્વરૂપ અપાયુ છે. આજે દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બપોરે દ્વીપક્ષી મંત્રણા યોજાશે.

તે પુર્વે ઓપરેશન સિંદુરમાં મહત્વની એરડિફેન્સ સીસ્ટમ સાબીત થયેલી રશિયાની એસ-400 એર ડિફેન્સ સીસ્ટમની વધુ પાંચ સ્કવોડ્રન ભારતને મળશે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે હવે રશિયન બનાવટના સુખોઈ-57 ફીફથ જનરેશન ફાઈટર પ્લેન ખરીદવા પર નિર્ણય લેવાશે.

જેમાં રશિયા પાસેથી પ્રોડકટ 1775 એન્જીન (ફાઈટર જેટ માટે) ખરીદવાનો પ્રસ્તાવ છે. સુખોઈ-57 એ ખુબ જ શાનદાર લડાયક વિમાન છે તથા સુપર સોનિક ક્ષમતા ધરાવે છે. આમ બન્ને દેશો વચ્ચે હજારો કરોડના સંરક્ષણ સોદા થશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj