એલ્યુમીનીયમ ભંગાર પર નિકાસ જકાતની દરખાસ્ત રદ! ભારત - EU ની સંધિનો માર્ગ મોકળો

India, World | 12 September, 2026 | 12:11 PM
ભારતના દબાણ સામે યુરોપીયન યુનિયન ઝુકયુ : સંધી હવે નિર્ણાયક તબકકે
સાંજ સમાચાર

બ્રુસેલ્સ, તા.12
ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચેની મુક્ત વ્યાપાર સમજુતી હવે આખરી નિર્ણાયક તબકકે પહોંચી છે. એલ્યુમીનીયમના ભંગાર પર નિકાસ જકાત લાદવાની દરખાસ્ત ભારતના વાંધા બાદ પાછી ખેંચી લેવામાં આવી છે જેને પગલે સંધી ફાઈનલ થવાનો માર્ગ મોકળો બન્યો છે.

સૂત્રોએ કહ્યું કે યુરોપીયન યુનિયને એલ્યુમીનીયમ ભંગાર પર એક્ષપોર્ટ ડયુટી લાદવાના બદલે પોતપોતાના દેશોમાં મેલ્ટીંગ ઉદ્યોગની સાચવણી પર ભાર મુકતો વ્યુહ અપનાવ્યો છે અને તેના ભાગરૂપે પર્યાવરણ જાળવણી સાથે ભંગારની નિકાસ જ નહી દયે.

ભારત અને યુરોપીયન વચ્ચે મુક્ત વેપાર સંધીની જાહેરાત 23મી સપ્ટેમ્બરે સંકેત છે. એલ્યુમીનીયમ ભંગારની નિકાસ પર એકસપોર્ટ ડયુટીમાં પીછેહઠ કરી છે. અમેરિકાના ટેરિફ વોર તથા સ્થાનિક ઉદ્યોગોને બચાવવા જેવી દલીલો સાથે આ મામલે અત્યાર સુધી આંતરિક મતભેદો પ્રવર્તતા હતા.

સૂત્રોના કહેવા પ્રમાણે યુરોપીયન કમીશને સંધીનો આખરી ડ્રાફટ કાઉન્સીલને મોકલી આપ્યો છે. એલ્યુમીનીયમ નિકાસ પર ઉદ્યોગજગત 30 ટકા ડયુટી લાદવાનો મત દર્શાવતુ હતુ તેની સામે કમીશન 15 ટકા ડયુટી લાગુ કરશે. ભારત સહિત 91 દેશોને તેમાંથી મુક્તિ મળશે.

યુરોપીયન યુનિયનમાંથી એલ્યુમીનીયમ ભંગારનો નિકાસ થતો ત્રીજો ભાગ ભારત મેળવે છે. ભારતે ગત જુનમાં જ તે નિયમમાં રાહત માંગી હતી. ભારતના દબાણ પછી દરખાસ્તમાં બદલાવ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ કહ્યું કે આવતા દિવસોમાં સંધી જાહેર થયા બાદ ડીસેમ્બરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યુરોપીયન કમીશનના વડા કરાર પર હસ્તાક્ષર કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj