નોર્થ કેરોલીના તા.11
સ્ટ્રોક, તંત્રીકા તંત્ર અને મગજ સાથે જોડાયેલ અન્ય ગંભીર બીમારીઓના કારણે બોલવાની ક્ષમતા ગુમાવનાર દર્દીઓ હવે બોલી શકશે. વૈજ્ઞાનિકોએ બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ (બીસીઆઈ) નામની નવી ટેકનીક વિકસીત કરી છે. તેમનો દાવો છે કે તેનાથી મગજમાં પેદા થતા સંકેતોને વાંચીને કોમ્પ્યુટરથી અવાજમાં બદલી શકાશે.
અમેરિકાના ડયુક વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ પહેલીવાર માણસો પર કરેલા પ્રયોગમાં બે દેખાડયુ છે કે દરેક દર્દીના માટે પુરી રીતે અલગ સીસ્ટમ તૈયાર કરવાને બદલે અનેક દર્દીઓના મગજમાંથી મળેલા ડેટાને મેળવીને એક સંયુક્ત સિસ્ટમ તૈયાર કરવામાં આવી શકે છે. મગજની હરકતથી મશીન શીખશે: બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેકનીકમાં દર્દીના મગજથી રેકોર્ડીંગ કરવામાં આવે છે.
આ ડેટાની મદદથી એક કોમ્પ્યુટર મોડલને પ્રશિક્ષિત કરવામાં આવે છે. હાલ મોટી સમસ્યા એ છે કે દરેક વ્યક્તિના મગજમાં બોલવા સાથે સંકળાયેલી ગતિવિધિ અલગ હોય છે. સામાન્ય રીતે દરેક દર્દી માટે મોટી માત્રામાં વ્યક્તિગત ડેટા એકત્ર કરવો પડે છે.
તેમાં સમય લાગે છે અને અનેક મામલામાં આ પ્રક્રિયા જટીલ અને મોંઘી થઈ શકે છે. સમાન પેટર્નથી મળ્યો સાચો રસ્તો: વૈજ્ઞાનિકોએ એ દર્દીઓના મગજથી હાઈ રિઝોલ્યુશન રેકોર્ડીંગ હાંસલ કરી જેમની ન્યુરો સર્જરી થઈ રહી હતી. ત્યારબાદ સંશોધકોએ મગજમાં બોલવા સાથે સંકળાયેલી ગતિવિધિઓ વચ્ચે સમાન પેટર્ન શોધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy