સાડા 16 લાખના સરકારી નાણાંની ઉચાપતના કેસમાં તાલુકા હેલ્થ કચેરીના હિસાબી અધિકારીને જામીન

Business, Technology, Off-beat, Dharmik | Rajkot | 12 September, 2026 | 04:13 PM
પાંચ વર્ષ બાદ નોંધાયેલી ફરિયાદ, સહઆરોપીના નિવેદન સહિતની દલીલોને આધારે ધરપકડ સામે એડવોકેટ રીપન ગોકાણીની દલીલો ગ્રાહ્ય
સાંજ સમાચાર

રાજકોટ, તા.12
રાજકોટ તાલુકા હેલ્થ કચેરીમાં વહિવટી કમ હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ વાજા સામે સરકારી નાણાંની ઉચાપત અને છેતરપિંડીના આક્ષેપસર નોંધાયેલા ગુનામાં તેમને ચાર્જશીટ રજૂ થાય તે પહેલાં જ રાજકોટની સેશન્સ અદાલતે શરતી જામીન મંજૂર કર્યા છે.

કેસની હકીકત મુજબ વર્ષ 2021-22 દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ખાતે આવેલી તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા અનિલભાઈ વાજાએ નિવૃત્ત તથા બદલી થયેલા અધિકારીઓના નામે ખોટા બિલો બનાવી તેમાં રકમમાં ફેરફાર કરી સાચા તરીકે રજૂ કર્યા હોવાનો આક્ષેપ છે.

આ બિલો મંજૂર થયા બાદ રૂા. 15,44,505ની રકમ સહઆરોપી પરેશભાઈ ચૌહાણના બેંક ખાતામાં મેળવી હોવાનું તથા તાલુકા હેલ્થ કચેરીના બેંક ખાતામાંથી અલગ-અલગ સમયે ચેક મારફતે રૂા. 1,15,000 રોકડ ઉપાડી તેનો કોઈ રેકોર્ડ ન રાખ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આમ કુલ રૂા. 16,59,505ના સરકારી નાણાંની ઉચાપત કર્યાનો આક્ષેપ મુકાયો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ અનિલભાઈ વાજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે એડવોકેટ રીપન ગોકાણી મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે એફઆઈઆરમાં શરૂઆતથી આરોપીનું નામ નથી અને માત્ર સહઆરોપીના નિવેદનના આધારે ધરપકડ કરાઈ છે. બનાવના આશરે પાંચ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ હોવા છતાં વિલંબનું યોગ્ય કારણ અપાયું નથી. મુખ્ય આરોપીને અગાઉ જામીન મળી ચૂક્યા છે અને સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા આધારિત હોવાથી મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી લીધો છે. પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો.

જોકે, બંને પક્ષોની દલીલો બાદ અદાલતે બચાવ પક્ષની રજૂઆતો સાથે સહમતી દર્શાવી અનિલભાઈ વાજાને વધુ સમય કસ્ટડીમાં રાખવા યોગ્ય ન હોવાનું માની શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા.

આ કેસમાં આરોપી વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj