નવી દિલ્હી, તા.12
ભારતમાં ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનની સફળતા જોઈને અમેરિકાની બેચેની વધી ગઈ છે. તેણે ભારતથી જતા સોલર પેનલ પર ભારે ટેરિફ લગાવવાની તૈયારી કરી છે. અમેરિકી વાણિજય વિભાગે ભારત, ઈન્ડોનેશિયા અને લાઓસથી આયાતીત સોલર પેનલ અને સેલ પર ભારેખમ ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે.
એકબાજુ જયાં નવી દિલ્હીના મંચ પરથી ગ્લોબલ સાઉથના દેશોની વધતી એકતાએ અમેરિકાના પેટમાં તેલ રેડયું છે, બેચેની વધારી દીધી છે, એક બાજુ જયાં નવી દિલ્હીના મંચથી દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓ આત્મનિર્ભર વ્યાપારના વેપારની નવી રૂપરેખા ખેંચી રહી છે.
આથી અમેરિકાની તૈયારીઓ વધી ગઈ છે. પોતાની આ નારાજગીને બહાર લાવીને અમેરિકી વાણિજય વિભાગે ભારત, ઈન્ડોનેશિયા અને લાઓસ આયાત થનારા સોલર પેનલો પર ભારેખમ ટેરિફ લાદવાની તૈયારી કરી લીધી છે.
અમેરિકી વાણિજય વિભાગે ભારતીય સોલર કંપનીઓ પર 123.04 ટકાનો ભારે એન્ટી-ડમ્પીંગ માર્જિન નકકી કર્યું છે. ઈન્ડોનેશિયા પર 94.36 ટકા અને લાઓસ પર 65.43 ટકા સાથે લગાવવાની તૈયારીમાં અમેરિકા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy