બુધવારે દિવાસો. એવવ્રત. જીવવ્રત. જાગરણ. બુધવારી અમાસનું મહત્વ હરિયાળી અમાસ તથા દશામાંના વ્રતનો પ્રારંભ

બુધવારે દિવાસો 100 પર્વનો વાસો

Dharmik | 10 August, 2026 | 03:13 PM
તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસ ના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ છે આથી બુધવાર અનેક રીતે વ્રત ઉપાસના માટે શુભ રહેશે તથા આ દિવસ ને હરીયાળી અમાસ પણ કહેવામાં આવે છે
સાંજ સમાચાર

1 ખાસ કરીને એવવ્રત જીવવ્રતનું વ્રત સંતાનોની રક્ષા માટે તથા પતિદેવની રક્ષા માટે કરવામાં આવે છે આ દિવસે પરણીત બહેનો મીઠા વગર નું ભોજન લઈ એકટાણું કરશે તથા જવારા અને એવવ્રત અને જીવવ્રત માતાજી નું પુજન કરશે ખાસ કરીને એવવ્રત જીવવ્રત નું વ્રત નવપરણિત બહેનો કરતા હોય છે આ વ્રત પ વર્ષ નું હોય છે જ્યારે જીવવ્રત મોટી ઉંમરના બહેનો પણ કરી શકે છે આ વ્રત ગમે તેટલા વર્ષ કરી શકાય છે.

એવવ્રત મા આખી રાત્રી નુ જાગરણ હોય છે જ્યારે જીવવ્રત મા રાત્રી ના 12 વાગ્યા સુધી નુ જાગરણ હોય છે આ વ્રત મા આદ્ય શક્તિ મા ના અંશરૂપ માતાજી જયા અને વિજયા માતાજી નું પુજન કરવામા આવે છે તથા જવારા નુ પુજન કરવામા આવે છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય અને પતિ ના દીર્ધાયુ તથા સંતાન સુખ તથા સંતાન ના આરોગ્ય ની પ્રાપ્તી થાય છે.

(2)આ દિવસે બુધવારી અમાસ છે. સાથે બપોરના 3.26 સુધી વ્યતિપાત યોગ પણ છે.વ્યતિપાત યોગને શુભ કાર્યમાં વર્જીત માનવામાં આવે છે, પરંતુ પૂજા, ઉપાસના, દાન, પુણ્યમાં અનેક ગણું ફળ આપનાર છે.આમ બુધવારી અમાસની સાથે આ યોગ હોતા આ દિવસે પિતૃની ઉપાસના કરવી, પીપળે પાણી રેડવું, પીપળા નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અથવા નામ બોલવા શુભ તથા ઉત્તમ ફળ આપશે. આ દિવસે ઉપવાસ રહેવો.રાહુગ્રહ ની પીડા દુર કરવા માટે મહાદેવજીને કાળા તલ ચડાવવા, દાન પુણ્ય કરવું ઉત્તમ ફળ આપનાર બનશે.

(3) હરિયાળી અમાસ: આ દિવસે હરિયાળી અમાસ હોવાથી વૃક્ષો વાવવાનું મહત્વ વધારે રહે છે. આ દિવસે વૃક્ષો વાવી તેનું જતન કરવાથી નવગ્રહની શાંતિ થાય છે.
4 આ દિવસે સૂર્યગ્રહણ પણ છે પરંતુ ભારત માં દેખાવાનું ન હોવાથી તેનો દોષ લાગશે નહિ અને દરેક ધાર્મિક કાર્યો કરી શકાશે.

5 દિવાસાના દિવસને 100 પર્વનો વાસો કહેવામાં આવે છે. આ દિવસ લઈ અને દેવ દિવાળી સુધી આશરે દરેક દિવસે તહેવાર આવે છે અને આ 100 દિવસો ની તહેવારી ની મોસમ કહેવામાં આવે છે આથી દિવાશો એટલે 100 પર્વ નો વાસો.

દશામાના વ્રતનો પ્રારંભ 
બુધવારે દિવાસા ના દિવસે સાંજ ના સમયે ઘણા બહેનો દશામા નું સ્થાપન કરશે બાકી ઘણા બહેનો શ્રાવણ સુદ એકમ તા 13 ગુરૂવારે પણ સ્થાપન કરે છે.વ્રતધારી બહેનો એ ઘર મા બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી કળશ મા જળ ભરી કળશ નુ સ્થાપન કરવું અને દીવો કરવો અને માતાજી નું સ્થાપન કરવું માતાજી ને ચુંદડી ઓઢાડવી કંકુ ચોખા કરવા અબીલ-ગુલાલ ચડાવવું કંકુ ચડાવવા નૈવેદ્ય ધરવું આરતી કરવી.

હાથ મા અથવા ગળા મા 10 ગાઠ વાળી દોરી ધારણ કરવી. બીજી સુતર ની દશ ગાઠ વાળી દોરી સ્થાપન મા રાખવી. દશ દિવસ સુધી એકટાણું કરવુ. માતાજી ની કથા વાર્તા દરરોજ સાંભળવી. જયારે માતાજી ની કથા સાંભળો ત્યારે સ્થાપન મા રાખેલ દોરી હાથમાં રાખવી અને કથા સાંભળવી. આમ દશ દિવસ સુધી આ વ્રત બહેનો કરે છે અને ઘર મા સુખ શાંતિ રહે છે. શ્રાવણ સુદ એકમ ને ગુરૂવાર થી 10 દિવસ ગણવા.
શાસ્ત્રી રાજદીપ જોષી(વેદાંત રત્ન)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj